Book Title: Jagatna Itihasnu Rekha Darshan Part 01
Author(s): Jawaharlal Nehru, Manibhai B Desai
Publisher: Navjivan Prakashan Mandir
View full book text
________________
४७
રામ ફરીથી અંધકારમાં એ છે
૧૯ મે, ૧૯૩૨
મને ઘણી વાર લાગ્યા કરે છે કે પ્રાચીન ઇતિહાસની ભુલભુલામણીમાંથી તને માર્ગ બતાવવા માટે હું યોગ્ય બામિયા નથી. હું પોતે પણ એમાં ભૂલા પડી જાઉં , તે પછી તને કેવી રીતે સાચે રસ્તો બતાવી શકું? પણ વળી પાછું મને એમ થાય છે કે, કંઈક અંશે તે તને હું મદદરૂપ થઈ શકે ખરો અને તેથી કરીને આ પા ચાલુ રાખું છું. પરંતુ મને તે આ પત્રા ભારે મદદરૂપ થાય છે એમાં શકા નથી. મેટી, જ્યારે હું આ પત્રો લખવા બેસું છું અને તારે વિચાર કરું છું ત્યારે જ્યાં હું બેઠો હોઉં ત્યાં અને બહાર ગરમી ૧૧૨° અંશ જેટલી વધી જાય છે અને ગરમ લૂ વાતી હોય છે એ પણ હું ભૂલી જાઉં છું. કેટલીક વખત તે હું બરેલીની જેલમાં કેદી હું એનું પણ મને વિસ્મરણ થઈ જાય છે.
મારા આગલો પત્ર મલેશિયાના ઇતિહાસનીં ચૌદમી સુધી તને . લઈ ગયા હતા. પરંતુ ઉત્તર હિંદમાં તે આપણે હર્ષોંના સમયની એટલે કે સાતમી સદીની આગળ નથી ગયાં. અને યુરોપમાં તે હજી આપણે ધણી મજલ કાપવાની બાકી છે. બધે સ્થળે સમયનું એકસરખું પ્રમાણ સાચવી રાખવું અતિશય મુશ્કેલ છે. એ પ્રમાણુ સાચવવાને હું અને એટલા પ્રયત્ન તો કરું છું પરંતુ કેટલીક વાર, અંગકાર અને શ્રીવિજયની બાબતમાં બન્યું તેમ, તે તે સ્થળના ઇતિહાસ પૂરા કરવાને માટે હું કેટલીક સદીઓ આગળ ચાલ્યા જાઉં છું. પરંતુ યાદ રાખજે કે જે સમયે પૂર્વનાં બેડિયા અને શ્રીવિજયનાં સામ્રાજ્યાની જાહેાજલાલી હતી તે અરસામાં હિંદુસ્તાન, ચીન અને યુરપમાં અનેકવિધ ફેરફારો થઈ રહ્યા હતા. વળી તું એ પણ યાદ રાખજે કે મારા આગલા પત્રમાં ચેડાંએક પાનાંની અંદર હિંદી ચીન અને મલેશિયાના હજારેક વર્ષના ઈતિહાસના સમાવેશ થાય છે. આ દેશ એશિયા અને યુરોપના ઇતિહાસના મુખ્ય પ્રવાહેામાંથી અળગા પડી ગયા છે એટલે