Book Title: Jagatna Itihasnu Rekha Darshan Part 01
Author(s): Jawaharlal Nehru, Manibhai B Desai
Publisher: Navjivan Prakashan Mandir
View full book text
________________
મધ્યકાલીન હિંદ
બીજો એક માને નિયમ એ હતા કે પંચનાં નજીકનાં સગાંસંબંધીને નોકરી મળી શકતી નહિ. આ નિયમ જો આજે આપણી કાઉન્સિલ, ઍસેમ્બ્લીએ અને મ્યુનિસિપાલિટીઓને લાગુ પાડી શકાય તે કેવું સારું!
२२७
એક સમિતિના સભ્યોની યાદીમાં એક સ્ત્રીનું નામ પણ છે. આ ઉપરથી એમ જણાય છે કે પંચાયત અને તેની સમિતિમાં સ્ત્રી પણ સભ્ય થઈ શકતી.
પંચાયતના ચૂંટાયેલા સભ્યોમાંથી જુદી જુદી સમિતિ રચવામાં આવતી. દરેક સમિતિની મુદ્દત એક વર્ષની હતી. જો કાઈ સભ્ય અધટત રીતે વર્તે તે તેને તરત જ કમી કરવામાં આવતા.
ગ્રામસ્વરાજ્યની આ પ્રથા આ
C
રાજકારણના પાયા સમાન હતી. એનાથી જ તેને બળ મળતું રહેતું. આ ગ્રામસભાએ પોતાની સ્વતંત્રતા માટે એટલી બધી જાગૃત અને ચીવટ રાખતી હતી કે ખુદ રાજાની પરવાનગી વિના કાઈ પણ સૈનિક કાઈ પણ ગામમાં દાખલ ન થઈ શકે એવા નિયમ કરવામાં આવ્યો હતો. વળી 'નીતિસાર ’ કહે છે કે, કાઈ પ્રજાજન અમલદાર સામે રિયાદ કરે તેા · રાજાએ અમલદારને નહિ પણ પ્રજાજનનો પક્ષ લેવા જોઈ એ. ’ અને જો કાઈ અમલદાર સામે ઘણા લેાકા રિયાદ કરે તે તેને ખરતરફ કરવા જોઈ એ. કેમકે ‘ નીતિસાર ' કહે છે તેમ, · અધિકારની મદિરા પીતે કાને નશે નથી ચડતા ?' આ ડહાપણભર્યા શબ્દો છે. આ શબ્દો આપણા દેશમાં જે સંખ્યાબંધ અમલદારો આજે આપણી સાથે ગેરવર્તન ચલાવે છે અને ગેરવહીવટ કરે છે તેમને લાગુ પડતા હોય એમ લાગે છે.
6
મોટા કસબામાં જ્યાં આગળ કારીગરો અને વેપારીએ વધારે પ્રમાણમાં હતા ત્યાં તે દરેકનાં પંચા અથવા મહાજને હતાં. આ રીતે ત્યાં કારીગરનાં પંચ, વેપારીઓનાં મહાજન અને શરાફેનાં મડળા હતાં. એ ઉપરાંત ત્યાં ધાર્મિ ક મંડળા પણ હતાં. આ બધાં મડળેા ૬ મહાજનને પોતપોતાની આંતરિક બાબતો ઉપર સારા પ્રમાણમાં કાબૂ હતો.
પ્રજાને નુકસાન ન પહોંચે અને તેને ખાજો ન લાગે એવા હળવા કર નાખવાની રાજાને આજ્ઞા હતી. જંગલમાં ઝાડ ઉપરથી એક માળી ફૂલ-પત્ર વીણે તે રીતે રાજાએ પ્રજા ઉપર કર નાખવાનો હતો; કાલસાની ભઠ્ઠી બાળનાર કયિારાની પેઠે નહિ.