Book Title: Jagatna Itihasnu Rekha Darshan Part 01
Author(s): Jawaharlal Nehru, Manibhai B Desai
Publisher: Navjivan Prakashan Mandir
View full book text
________________
જગતના ઇતિહાસનું રેખાદર્શોન
હિંદના મધ્યયુગ વિષે આપણને આવી તૂટક અને છૂટીછવાઈ - હકીકત મળે છે. પુસ્તકામાં જે સિદ્ધાંતા રજૂ થયા છે તેને વ્યવહારમાં કેટલા પ્રમાણમાં અમલ થતા હતા તે શોધવું અતિશય મુશ્કેલ છે. પુસ્તકામાં સારા સારા સિદ્ધાંતા અને આદર્શો રજૂ કરવા સહેલા છે પરંતુ તેને વનમાં ઉતારવા એ ઘણુ કાણુ છે. તે સમયના લેકાએ એના સંપૂર્ણ પણે અમલ ન કર્યો હોય તેમ છતાં પણ તેમની વિચારસરણી શી હતી તથા તે શા આદર્શો સેવતા હતા એ સમજવામાં પુસ્તકા મદદરૂપ થાય છે. આપણને એમ જણાય છે કે એ વખતના રાજાએ અને શાસકે આપખુદ કે નિરકુશ નહેતા. તેમની સત્તા ઉપર ચૂંટાયેલી પંચાયતોના અંકુશ હતો. આપણને એ પણ માલૂમ પડે છે કે તે સમયે ગામડાં તથા શહેરોમાં સ્થાનિક સ્વરાજ્યની પદ્ધતિના સારી પેઠે વિકાસ થયા હતા અને મધ્યસ્થ સરકાર તેમાં નહિ જેવી જ દાખલ કરતી.
२२८
પણ જ્યારે હું લેકાની વિચારસરણી અથવા તેમના સ્વરાજ્યની વાતેા કરું છું ત્યારે મારા કહેવાની મતલબ શી હેાય છે? હિંદની આખી સમાજરચનાનું મંડાણ જ્ઞાતિ સંસ્થા ઉપર નિર્ભર છે. સિદ્ધાંતમાં એ સંસ્થા જડ નહિ હોય અને ‘ નીતિસાર ' ના કહેવા પ્રમાણે તેમાં કાદક્ષતા અને ગ્યતાને અવકાશ મળતા હોય એ સંભવિત છે. પણ વાસ્તવમાં એના ઝાઝો અર્થ નથી. બ્રાહ્મણ અને ક્ષત્રિય જાતિ કે વના હાથમાં શાસનની લગામ હતી. કેટલીક વાર પ્રભુત્વ મેળવવા માટે તેમનામાં માંહેામાંહે તકરાર થતી પરંતુ સામાન્ય રીતે તે હળીમળીને વહીવટ કરતા અને એકખીજાને અનુકૂળ થતા. બાકીના લોકોને તેઓ નીચે દબાવી રાખતા. ધીમે ધીમે વેપારઉદ્યોગ વધતા ગયા તેમ તેમ વૈશ્ય વર્ગ અથવા વેપારી વર્ગ તવંગર અને મહત્ત્વના બન્યા. એ વનું મહત્ત્વ વધતું ગયું તેમ તેમ તેને થાડા હક આપવામાં આવ્યા અને પોતપોતાનાં મહાજનોના આંતરિક વહીવટ કરવાની સ્વતંત્રતા તેમને આપવામાં આવી. એમ છતાં પણ રાજસત્તામાં તે એ વર્ગને કો જ હિસ્સો આપવામાં આવ્યા નહોતા. અને ખીચારા શુદ્રો ! તે તેા છેવટ સુધી માયેલા જ રહ્યા. અને વળી કેટલાક લોકે તેમનાથી પણ નીચે હતા.
કદી કદી નીચલી જાતિના માણસો ઉપર આવતા હતા. શૂ દ્રો પણ રાજા થયેલા જાણવામાં આવ્યા છે. પરંતુ એવું જવલ્લેજ બનતું.