Book Title: Jagatna Itihasnu Rekha Darshan Part 01
Author(s): Jawaharlal Nehru, Manibhai B Desai
Publisher: Navjivan Prakashan Mandir
View full book text
________________
જગતના ઇતિહાસનું રેખાદર્શન આમ, આજનું સિંગાપોરનું મોટું શહેર મૂળ તે સુમાત્રાની વસાહત હતી. તને માલૂમ પડશે કે એનું નામ પણ હિંદુસ્તાની (સિંહપુર) છે. સામધનીની પેલી પાર સિંગાપરની બરાબર સામે સુમાત્રાન. લેકેની બીજી પણ એક વસાહત હતી. કેટલીક વાર એ બંને વસાહત સામુદ્રધની બંને કાંઠે પહોંચે એવી લોખંડની સાંકળ નાંખીને ત્યાંથી આવતાં જતાં વહાણેને રેકતી. એ વહાણો ભારે જકાત આપે પછી જ તેમને જવા દેવામાં આવતાં હતાં.
આ રીતે શ્રીવિજયનું સામ્રાજ્ય બ્રિટિશ સામ્રાજ્યથી જુદ. પ્રકારનું નહોતું. એટલું ખરું કે તે બ્રિટિશ સામ્રાજ્ય જેટલું વિશાળ નહોતું. પરંતુ બ્રિટિશ સામ્રાજ્ય ટકવાને સંભવ છે તેના કરતાં ઘણું લાંબા કાળ સુધી તે ટક્યું હતું. અગિયારમી સદીમાં એ સામ્રાજ્ય તેની ચડતીની પરાકાષ્ટાએ પહોંચ્યું હતું. એ જ અરસામાં દક્ષિણ, હિંદમાં ચેલ સામ્રાજ્યની ચડતી કળા હતી. પરંતુ ચેલ સામ્રાજક કરતાં તે ઘણે લાંબો કાળ ટક્યું. ઘણા વખત સુધી એ બંને સામ્રાજ્ય. વચ્ચે મૈત્રીને સંબંધ હતા. પણ ઉભય પ્રજા સાહસપૂર્વક દરિયે. ખેડનારી હતી અને બંનેના વેપારી સંબંધે બહોળા હતા. વળી, બંને પાસે બળવાન નૌકાસૈન્ય પણ હતું. અગિયારમી સદીના આરંભકાળમાં તે બંનેની વચ્ચે ચકમક ઝરી અને પરિણામે યુદ્ધ થયું. ચલ રાજ પહેલા રાજેન્દ્ર દરિયાપાર ચડાઈ મકલી અને શ્રીવિજયને નમાવ્યું પરંતુ શ્રીવિજય આ આચકામાંથી તરત જ પાછું બેઠું થયું.
અગિયારમી સદીના આરંભમાં ચીનના સમ્રાટે સુમાત્રાના રાજાને કેટલાક કાંસાના ઘંટે ભેટ મોકલ્યા હતા. એના બદલામાં સુમાત્રાને. રાજાએ ચીનના સમ્રાટ ઉપર મતી. હાથીદાંત અને સંસ્કૃત પુસ્તક ભેટ મોકલ્યાં. એમ કહેવાય છે કે સેનાના પતરા ઉપર નાગરી લિપિમ લખેલે એક પત્ર પણ તેણે એની સાથે મોકલ્યો હતે. ( શ્રીવિજયની ઘણું લાંબા કાળ સુધી ચડતી કળા રહી. બીજ સદીમાં તેની શરૂઆત થઈ ત્યારથી પાંચમી કે છઠ્ઠી સદીમાં તેણે બદ્ધ ધર્મને સ્વીકાર કર્યો ત્યાં સુધી અને તે પછી અગિયારમી સદી સુધી તેની ઉત્તરોત્તર ચતી થતી રહી. આ પછી ત્રણ સદી સુધી તે મોટુ સામ્રાજ્ય રહ્યું અને મલેશિયાને બધે વેપાર તેના કાબૂ નીચે હતા. આખરે ૧૩૭૭ની સાલમાં એક બીજા પ્રાચીન પલ્લવ સંસ્થાને તેને ઉથલાવી પાડયું.