Book Title: Jagatna Itihasnu Rekha Darshan Part 01
Author(s): Jawaharlal Nehru, Manibhai B Desai
Publisher: Navjivan Prakashan Mandir
View full book text
________________
ભવ્ય અગકાર અને શ્રીવિજય
૨૩૧
સ્વાભાવિક રીતે જ આ સંસ્થાનામાં વસતા લેાકેા દરચો ખેડનારા હતા. તેઓ પોતે અથવા તેમના પૂર્વજોએ ત્યાં પહોંચવા માટે આગળ ઉપર દરયા એળગ્યા હતા અને તેમની ચોતરફ પણ દરિયા જ હતા. દરિયા ખેડનારા લેકે સહેલાઈથી વેપારરોજગાર તરફ વળે છે. એટલે એ લોકા પણ વેપારી બની ગયા. તે સમુદ્ર ઓળંગીને પેાતાના માલ જુદા જુદા ટાપુઓમાં તથા પશ્ચિમે હિંદુસ્તાન અને પૂર્વે ચીનમાં લઈ જતા હતા. આ રીતે મલેશિયાનાં ઘણાંખરાં રાજ્યો ઉપર માટે ભાગે વેપારી વર્ગને કાબૂ હતા. એ રાજ્યો વચ્ચે વારંવાર ઝÜડા થતા અને પરિણામે મોટા વિગ્રહેા અને હત્યાકાંડ પણ થતા. કાઈ વાર હિંદુ રાજ્ય બૌદ્ઘ રાજ્ય જોડે પણ લડતું. પોતે તૈયાર કરેલા પાકા માલનાં બજાર માટે મોટી મોટી રાજ્યસત્તાએ વચ્ચે આજે જેમ વિગ્રહા થાય છે તેમ તે સમયનાં ઘણાંખરાં યુદ્ધ પાછળનું ખરું કારણ વેપારની હરીફાઈ હોય એમ જણાય છે.
લગભગ ત્રણસો વરસ સુધી એટલે આઠમી સદી સુધી હિંદી ચીનમાં ત્રણ જુદાં જુદાં રાજ્યા હતાં. નવમી સદીમાં ત્યાં આગળ યવન નામે એક મહાન રાજકર્તા પાકયો. તેણે આ ત્રણે રાજ્યોને એકત્ર કર્યાં અને એક મોટું સામ્રાજ્ય સ્થાપ્યું. ઘણું કરીને તે બૌદ્ધધી હતો. તેણે અંગકાર આગળ રાજધાની બાંધવાના આરંભ કર્યાં અને તેના વારસ યશેાવને તે કામ પૂરું કર્યું. કોડિયાનું આ સામ્રાજ્ય લગભગ ૪૦૦ વરસ સુધી ટકયું. બીજા બધાં સામ્રાજ્યાની પેઠે આ સામ્રાજ્યને પણ ભવ્ય અને શક્તિશાળી માનવામાં આવતું હતું. અગકાર થેામનું રાજનગર પૂર્વ તરફના દેશોમાં ‘ભવ્ય અંગકાર’ તરીકે મશક્રૂર હતું. તેની વસતી દશ લાખ કરતાં પણ વધારે હતી અને સીઝરાના સમયના રેશમ કરતાં પણ તે મોટું હતું. તેની નજીક અંગકાર વાટનું અદ્ભુત મંદિર હતું. તેરમી સદીમાં કઐયિા ઉપર ઘણી બાજુએથી હુમલા થયા. અનામના લકાએ પૂર્વ તરફથી હુમલા કર્યાં અને પશ્ચિમ તરફથી ત્યાંની સ્થાનિક જાતિઓએ. ઉત્તરમાં શાન લોકાને મગાલ લાકાએ દક્ષિણ તરફ હાંકી કાઢ્યા હતા. તેમને માટે નાસી છૂટવાના ખીજો કાઈ મા નહાતા એટલે તેમણે પણ કએડિયા ઉપર હુમલા કર્યાં. આ બધાની સામે સતત લડતાં અને તેમની સામે પોતાના બચાવ કરતાં એ રાજ્ય થાકી ગયું. એમ છતાં પણ અંગકાર પૂર્વ તરફનાં એક ભવ્ય નગર તરીકે કાયમ રહ્યું. ૧૨૯૭ની