Book Title: Jagatna Itihasnu Rekha Darshan Part 01
Author(s): Jawaharlal Nehru, Manibhai B Desai
Publisher: Navjivan Prakashan Mandir
View full book text
________________
૧૭ વિખ્યાત વિજેતા પણ ઘમંડી યુવાન
૨૪ જાન્યુઆરી, ૧૯૩૧ મારા આગલા પત્રમાં તથા તે પહેલાં પણ મેં સિકંદર વિષે ઉલ્લેખ કર્યો હતો. હું ધારું છું કે મેં તેને ગ્રીક કહ્યો છે. પણ એને ગ્રીક ગણ એ તદ્દન સાચું નથી, કેમકે ખરી રીતે તે મેસેડોનને વતની હતા. એટલે કે તે ગ્રીસની ઉત્તરે આવેલા બીજા એક દેશને રહેવાશી હતે. મેસેડોનના લેક ઘણી બાબતમાં ગ્રીક લેકેના જેવા જ હતા. હું તેમને ગ્રીક લોકોના પિત્રાઈ એ કહી શકે. સિકંદરને પિતા ફિલીપ મેસેડોનને રાજા હતા. તે ઘણો જ સમર્થ રાજકર્તા હતો. તેણે પોતાના નાનકડા રાજ્યને બળવાન બનાવ્યું તથા એક શિસ્તબદ્ધ અને સમર્થ સૈન્ય તૈયાર કર્યું. સિકંદર “મહાન” કહેવાય છે અને તે ઇતિહાસમાં બહુ જ મશહૂર છે. પરંતુ તે જે કંઈ કરી શક્યો તે માટેની ઘણીખરી તૈયારી કાળજીપૂર્વક પરિશ્રમ ઉઠાવીને તેના પિતા ફિલીપે આગળથી કરી રાખી હતી. સિકંદર ખરેખર મહાપુરુષ હતા કે કેમ એ શંકાસ્પદ છે. હું તે તેને એક આદર્શ વીર પુરુષ તરીકે લેખ નથી જ. પરંતુ તેની ટૂંકી જિંદગીમાં તે બે ખંડ ઉપર પિતાનું નામ અંકિત કરવામાં સફળ થયે હતે. વળી તે ઈતિહાસનો પ્રથમ વિશ્વવિજેતા ગણાય છે. છેક મધ્ય એશિયાની ભીતરમાં આવેલા દેશોમાં આજે પણ તે સિકંદરના નામથી મશહૂર છે અને વાસ્તવિક રીતે એ ગમે તે હોય પણ ઈતિહાસે તે એના નામને ઉજજ્વળ પ્રભા અપી છે. કોડીબંધ શહેરનાં નામો એના નામ ઉપરથી પાડવામાં આવ્યાં છે અને તેમાંના કેટલાંક તે આજે પણ મોજૂદ છે. તેમાં સૌથી મોટું મિસરમાં આવેલું ઍલેકઝાંડ્રિયા છે.
રાજા થયો ત્યારે સિકંદરની ઉંમર માત્ર વીશ વરસની હતી. મહત્તા પ્રાપ્ત કરવાની એને ભારે આકાંક્ષા હતી. આથી તેના પિતાએ તેને માટે સારી રીતે સજ્જ કરેલી સેના લઈને ગ્રીસના જૂના દુશ્મન ઈરાન ઉપર ચડાઈ કરવાને તે ખૂબ આતુર હતું. ગ્રીક લેકેને તે
૬-૬