Book Title: Jagatna Itihasnu Rekha Darshan Part 01
Author(s): Jawaharlal Nehru, Manibhai B Desai
Publisher: Navjivan Prakashan Mandir
View full book text
________________
૧૩૦
જગતના ઇતિહાસનુ` રેખાદર્શન
એકબીજા સાથે ઝઘડા શરૂ થયા. છેવટે આ ઝઘડાઓનું પરિણામ એ આવ્યું કે ખ્રિસ્તી ધર્મના એ પ્રથા એક ખીજાથી સાવ અલગ થઈ ગયા. એક લૅટિન પથ અને ખીજો ગ્રીક પથ. લૅટિન પંથનું મુખ્ય મથક રામ બન્યું તથા તેને બિશપ અથવા આચાય તે પથને વડો ગણાવા લાગ્યા. આગળ ઉપર તે રામને પાપ કહેવાયા. કૉન્સ્ટાન્ટિનોપલ ગ્રીક ગ્રંથનું મથક બન્યું. લૅટિન ચર્ચ અથવા ધ સધના ઉત્તર અને પશ્ચિમ યુરોપમાં બધે ફેલાવા થયા અને રોમન કૅથલિક ચર્ચ અથવા ધ સધને નામે ઓળખાયા. ગ્રીક ચર્ચ અથવા ધ સધ આર્થાકિસ ચર્ચ અથવા તો સનાતની ધર્મસંધને નામે ઓળખાયા. પૂના સામ્રાજ્યના પતન પછી આર્થોડૉકસ ચર્ચીના ખાસ કરીને રશિયામાં જ ફેલાવા થયા. હવે એક્શેવિઝમની સ્થાપના થયા પછી રશિયામાં એ ચ` યા ધર્માંસંધ કે બીજુ કાઈ પણ ચર્ચ રાજમાન્ય રહ્યું નથી.
હું પૂર્વના રામન સામ્રાજ્યની વાત કરી રહ્યો છું પણ રામને એની સાથે ઝાઝી નિસ્બત નથી. ત્યાં વપરાતી ભાષા સુધ્ધાં લૅટિન નહિ પણ ગ્રીક હતી. એક રીતે તેને સિકંદરના ગ્રીક સામ્રાજ્યની પૂર્તિ અથવા તેના અનુસંધાન તરીકે ગણી શકાય. પશ્ચિમ યુરોપ સાથે તેને નહિ જેવા જ સંપર્ક હતા. જો કે તેનાથી સ્વતંત્ર હોવાના પશ્ચિમ યુરાપના દાવાને લાંબા વખત સુધી તેણે માન્ય રાખ્યો નહોતો. જાણે એ શબ્દમાં કઈજાદુ ન હોય તેમ પૂર્વનું સામ્રાજ્ય ‘ રોમન ' શબ્દને વળગી રહ્યું, અને ત્યાંના લોક પણ પોતાને રોમન કહેવડાવતા. એથીયે વિશેષ તાજુબ પમાડનારી વસ્તુ તો એ છે કે સામ્રાજ્યનું વડું મથક મટી જવા છતાંયે રામની પ્રતિષ્ઠા ઘટી નહિ અને તેને જીતવાને આવનારા અર ' લેાકેા પણ એનાથી અજાતા અને એના પ્રત્યે આદરથી વર્તતા. મહાન વિચારા અને મોટા નામનું આવું ભારે સામર્થ્ય હોય છે !
(
સામ્રાજ્ય ગુમાવ્યા પછી રામે એક નવીન અને જુદા જ પ્રકારનું સામ્રાજ્ય સ્થાપવાના પ્રયત્ન આરંભ્યો. એમ કહેવાય છે કે, ઈશુના શિષ્ય પીટર રામમાં આવ્યો હતા અને તે તેને પ્રથમ બિશપ અથવા આચાર્ય થયા હતા. આ હકીકતને કારણે ખ્રિસ્તી લૉકાની નજરમાં રામ વધારે પવિત્ર ગણાવા લાગ્યું અને રામના બિશપનું પદ વધારે મહત્ત્વનું મનાવા લાગ્યું. આર્ભમાં તો ખીજા બિશપો અને રામના બિશપ વચ્ચે કશા ફરક નહોતા. પરંતુ સમ્રાટનુ રહેઠાણ કૉન્સ્ટાન્ટિનાપલ બન્યું ત્યારથી તેનું મહત્ત્વ વધવા માંડયું. એ પછી એના પ્રભાવને