Book Title: Jagatna Itihasnu Rekha Darshan Part 01
Author(s): Jawaharlal Nehru, Manibhai B Desai
Publisher: Navjivan Prakashan Mandir
View full book text
________________
દક્ષિણ હિંદના રાજાએ, લડવૈયાઓ અને એક મહાપુરુષ : ૨૧૯ ઉપકાર કરનાર પ્રત્યે તેઓ આભારવશ હોય છે અને બ્રૂ રુ કરનાર પ્રત્યે વેરવૃત્તિ રાખે છે.' ચાલુકય લેાકાને ઉત્તરમાં હર્ષાંતે, દક્ષિણમાં પલ્લવાને અને પૂર્ણાંમાં કલિંગને (ઓરિસ્સા) આગળ વધતા અટકાવવાના હતા. તેમનું બળ ઉત્તરાત્તર વધતું ગયું અને એક સમુદ્રથી ખીજા સમુદ્ર સુધીના મુલક તેમણે કબજે કર્યાં. પરંતુ પાછળના વખતમાં રાષ્ટ્રકૂટ એ તેમને ધકેલી કાઢ્યા.
આ રીતે દક્ષિણમાં મોટાં સામ્રાજ્યો અને રાજ્યો વિકસ્યાં. કાઈ કાઈ વાર તેઓ એક બીજાને બળમાં સમતાલ રાખતાં તે કાઈ વાર તેમાંનું એકાદ વધારે બળવાન થઈ જતું અને બીજા ઉપર પ્રભુત્વ જમાવવું. પાંડય રાજાઓના અમલ દરમ્યાન મદુરા સંસ્કૃતિનું મોઢું કેન્દ્ર બન્યું હતું અને તામિલ ભાષાના કવિએ અને લેખકે ત્યાં એકત્ર થયા હતા. તામિલ ભાષાની કેટલીક સાહિત્યકૃતિઓ છેક ઈસ્વી સનના આર ંભ કાળમાં લખાયેલી છે. એક સમયે પલ્લવાની પણ ચડતી કળા હતી. મલેસિયામાં હિંદની વસાહતો સ્થાપવામાં તે જ માટે ભાગે અગ્રણી હતા. તેમનું પાટનગર કાંચીપુર હતું. હાલ તે કાંજીવરમ નામથી ઓળખાય છે.
એ પછીના સમયમાં ચેાલ સામ્રાજ્યની સત્તા વધી. અને નવમી સદીના મધ્ય ભાગમાં દક્ષિણમાં તેની આણુ વી. એ સમુદ્ર ઉપર પ્રભુત્વ જમાવનાર રાજ્ય હતું અને તેની પાસે માઠું નૌકાસૈન્ય હતું. તે વડે તેણે બંગાળના ઉપસાગર અને અરખી સમુદ્ર ઉપર પોતાના કાબૂ જમાવ્યા હતા. કાવેરી નદીના મુખ ઉપર આવેલું કાવિરીપનિમ તેનું મુખ્ય બંદર હતું. વિજયાલય ચાલ સામ્રાજ્યને પ્રથમ મહાન સમ્રાટ હતા. એ રાજ્ય ઉત્તર તરફ ફેલાતું ગયું પર ંતુ રાષ્ટ્રફૂટાએ તેને એચિંતા પરાજય કર્યાં. પણ થોડા જ વખતમાં રાજારાજના અમલ દરમ્યાન તેણે પોતાની મહત્તા ફરીથી પ્રાપ્ત કરી અને ખેાયેલા મુલક પાછો મેળવ્યો. શમી સદીના છેવટના ભાગમાં આ મીના બની. એ જ અરસામાં ઉત્તર હિંદમાં મુસલમાનની ચડાઈ થવા લાગી હતી. પરંતુ દૂર ઉત્તરમાં જે બનાવા બની રહ્યા હતા તેની રાજારાજ ઉપર કશી અસર ન થઈ. તે તો પોતાનું સામ્રાજ્ય વિસ્તારવાનાં સાહસેામાં જ મડચો રહ્યો. તેણે સિલેાન જીતી લીધું અને ચેલ લેાકાએ ત્યાં ૭૦ વરસ સુધી રાજ્ય કર્યું. રાજારાજના પુત્ર રાજેન્દ્ર પણ બાપના જેટલા જ સાહસિક અને લડાયક વૃત્તિના હતા.