Book Title: Jagatna Itihasnu Rekha Darshan Part 01
Author(s): Jawaharlal Nehru, Manibhai B Desai
Publisher: Navjivan Prakashan Mandir
View full book text
________________
ર૪ જગતના ઇતિહાસનું રેખાદર્શન રહ્યો છે. કેમકે આરંભથી જ તેની પૂર્વ પીઠિકા સમાન છે, તેની સંસ્કારપરંપરા સમાન છે, તેના ધર્મો સમાન છે, તેના વીરપુર અને વીરાંગનાઓ સમાન છે, તેની પરાણિક કથાઓ સમાન છે, તેની વિદ્વાનોની ભાષા (સંસ્કૃત) સમાન છે, આખા હિંદમાં દરેક સ્થળે આવેલાં તેનાં તીર્થ સ્થાને સમાન છે, તેની ગ્રામપંચાયતે સમાન છે તથા તેની વિચારસરણી અને રાજકારણ પણ સમાન છે. સામાન્ય હિંદીને મને સમગ્ર હિંદ પુણ્યભૂમિ હતી અને બાકીની દુનિયા મોટે ભાગે લેચ્છ અથવા બર્બર લેકની અસંસ્કારી ભૂમિ હતી! આ રીતે હિંદભરમાં સર્વત્ર એકતાની ભાવના પેદા થઈ. એ ભાવનાએ રાજકીય ભાગલાની અવગણના કરી અને તેના ઉપર વિજય મેળવ્યું. આમ બની શક્યું એ ગ્રામપંચાયતોને આભારી છે; કેમકે મધ્યસ્થ રાજતંત્રમાં ગમે તે ફેરફાર થવા છતાં સર્વત્ર ગ્રામપંચાયતોને અમલ ચાલુ જ રહ્યો હતો.
શંકરે હિંદને ચારે ખૂણે પિતાના મઠ અથવા સંન્યાસીઓના સંઘનાં કેન્દ્રો સ્થાપવાનું ઠરાવ્યું એ બતાવી આપે છે કે તે પણ હિંદને સાંસ્કૃતિક દૃષ્ટિએ એક ઘટક સમજતા હતા. વળી, ટૂંક સમયમાં તેમના પ્રચારકાર્યમાં તેમને ભારે સફળતા મળી તે પણ બતાવે છે કે બૌદ્ધિક અને સંસ્કૃતિક પ્રવાહો દેશના એક છેડાથી બીજા છેડા સુધી વેગથી ફરી વળતા હતા.
શંકરે શૈવ મતને પ્રચાર કર્યો. ખાસ કરીને એ મત દક્ષિણમાં ઘણો ફેલાય અને ત્યાંનાં ઘણાંખરાં મંદિરે શૈવ મંદિર છે. ગુપ્તવંશના અમલ દરમ્યાન ઉત્તર હિંદમાં વૈષ્ણવ સંપ્રદાય અને કૃષ્ણપૂજા ભારે પ્રચારમાં આવ્યાં. હિંદુ ધર્મની આ બંને શાખાનાં મંદિરે એકબીજાથી ભિન્ન છે.
આ પત્ર બહુ લાંબો થઈ ગયો. પરંતુ મારે મધ્યકાલીન ભારત વિષે હજી ઘણું કહેવાનું બાકી છે. એટલે એ વસ્તુ હવે પછીના પત્ર સુધી મુલતવી રાખવી જોઈએ.