Book Title: Jagatna Itihasnu Rekha Darshan Part 01
Author(s): Jawaharlal Nehru, Manibhai B Desai
Publisher: Navjivan Prakashan Mandir
View full book text
________________
જગતના ઇતિહાસનુ” રેખાદર્શીન
આ પત્રમાં મેં કેટલાક રાજાએ અને રાજવશાતા ઉલ્લેખ કર્યાં છે. અલ્પકાળ માટે યશસ્વી જીવન જીવ્યા પછી તે અદૃશ્ય થયા અને ભુલાઈ ગયા. પરંતુ એ બધા રાજાઓ અને સમ્રાટાના કરતાં હિંદના વનમાં વધારે મહત્ત્વનો ભાગ ભજવવાને નિર્મોચેલા એક ભારે પ્રભાવશાળી પુરુષ દક્ષિણ હિંદમાં પેદા થયો. એ પુરુષ શંકરાચાર્યના નામથી ઓળખાય છે. ધણું કરીને તે આઝમી સદીના અંતમાં જન્મ્યા હતા. તે અપૂર્વ પ્રતિભાશાળી પુરુષ હાય એમ જણાય છે. તેમણે હિંદુ ધર્મના, અથવા જેને શૈવમત તરીકે ઓળખવામાં આવે છે અને જેના ઇષ્ટદેવ શિવ છે એવા એક પ્રકારના મુદ્ધિપ્રધાન હિંદુધ પુનરુદ્ઘાર કરવાનું કાર્ય આરંભ્યું. બૌદ્ધ ધર્મની સામે તેમણે લડાઈના મોરચા માંડ્યા અને પોતાની બુદ્ધિ અને તર્કના બળથી તે તેની સામે ઝૂઝ્યા. તેમણે બૌદ્ધોના જેવા એક સન્યાસીને સધ સ્થાપ્યા. તેમાં કાઈ પણ વર્ગના લોકા દાખલ થઈ શકતા. હિંદને ચારે ખૂણે, ઉત્તર, દક્ષિણ, પૂર્વ અને પશ્ચિમ દિશામાં સંન્યાસીએના આ સધનાં ચાર કેન્દ્રો તેમણે સ્થાપ્યાં. આખા હિંદમાં તેમણે પ્રવાસ કર્યાં અને જ્યાં ગયા ત્યાં તેમણે વિજય મેળવ્યેા. એક વિજેતાની પેઠે તે બનારસમાં આવ્યા. પરંતુ તે કેવળ તર્ક દ્વારા માણસોનાં ચિત્ત ઉપર જીત મેળવનાર વિજેતા હતા. છેવટે તે જ્યાં આગળ શાશ્વત હિમને આરંભ થાય છે એવા હિમાલયમાં આવેલા કેદારનાથના સ્થાનમાં ગયા અને ત્યાં વિદેહ થયા. એ વખતે તેમની ઉંમર માત્ર ૩૨ વરસ કે તેથી સહેજ વધારે હતી.
२२२
શંકરાચાર્યની કાર્યસિદ્ધિ અપૂર્વ છે. જેને ઉત્તર હિંદમાંથી દક્ષિણમાં ભગાડી મૂકવામાં આવ્યા હતા તેબૌદ્ધ ધર્મ હિંદમાંથી લગભગ અદૃશ્ય થઈ ગયા. હિંદુ ધર્મ અને શૈવ સંપ્રદાયના નામથી ઓળખાતા તેના એક પ્રકારે હિંદભરમાં પ્રાધાન્ય પ્રાપ્ત કર્યું. શકરાચાર્યના ગ્રંથા, ભાષ્યા અને વાદવિવાદથી આખા હિંદમાં બૌદ્ધિક જાગૃતિ આવી. તે બ્રાહ્મણ વર્ગના મહાન નેતા હતા એટલું જ નહિ પણ આમ જનતાના હૃદયમાં પણ તેમણે સ્થાન પ્રાપ્ત કર્યું હોય એમ લાગે છે. કેવળ પોતાના બુદ્ધિપ્રભાવથી કાઈ પુરુષ મહાન નેતા બને અને કરોડો લોકો ઉપર તથા ઇતિહાસ ઉપર પોતાની અસર પાડે એ અસાધારણ ઘટના છે. મહાન યાદ્દાઓ અને વિજેતાએ ઇતિહાસમાં મોખરે ઊભેલા જણાય છે. કેટલીક વાર તેઓ લોકપ્રિય બને છે તેમ જ તિરસ્કારને પાત્ર પણ થાય છે અને કદી કદી તે ઇતિહાસ નિર્માણ કરે છે. મહાન ધાર્મિક