Book Title: Jagatna Itihasnu Rekha Darshan Part 01
Author(s): Jawaharlal Nehru, Manibhai B Desai
Publisher: Navjivan Prakashan Mandir
View full book text
________________
દક્ષિણ હિંદના રાજાએ, લડવૈયાઓ અને એક મહાપુરુષ રર૩ નેતાઓએ કરડે માનવીનાં દિલ હલમલાવ્યાં છે, તથા તેમનામાં ઉત્સાહ અને ચેતન પૂર્યા છે. પરંતુ આ બધું તેમણે શ્રદ્ધાનો આધાર લઈને કર્યું હતું. તેમણે પ્રજાની ભાવનાને અપીલ કરી હતી તથા તેને સ્પર્શ કર્યો હતે.
મનુષ્યના મન અને બુદ્ધિને કરેલી અપીલ લાંબે વખત ટકાવી મુશ્કેલ હોય છે. કમનસીબે મોટા ભાગના લોકે વિચાર કરતા જ નથી. તેઓ તે ભાવનાવશ થઈને ભાવનાથી દોરવાઈને જ કાર્ય કરે છે. પરંતુ શંકરની અપીલ તે મન, બુદ્ધિ અને વિવેકને ઉદ્દેશીને હતી. તેમાં કેવળ કઈ પુરાણું પુસ્તકનો સિદ્ધાંત કે મત વારંવાર પિકારવાપણું નહોતું. તેની દલીલ સાચી હતી કે ખોટી એ વસ્તુ અહીં અપ્રસ્તુત છે.
આનંદની વાત તે એ છે કે ધાર્મિક સવાલનો ઉકેલ શોધવામાં તેમણે બુદ્ધિને છે અને એમ છતાંયે તેમાં ભારે સફળતા પ્રાપ્ત કરી. આ ઉપરથી આપણે તે સમયના શાસકવર્ગની મનોદશાની ઝાંખી કરી શકીએ છીએ. - તને એ જાણીને રમૂજ પડશે કે હિંદુ ફિલસૂફમાં ચાર્વાક નામને એક પુરુષ નાસ્તિકતાને પ્રચાર કરતા હતા. તે કહેત કે ઈશ્વર જેવી કોઈ વસ્તુ છે જ નહિ. દુનિયામાં અને ખાસ કરીને રશિયામાં આજે એવા સંખ્યાબંધ માણસે છે જેઓ ઈશ્વરનું અસ્તિત્વ સ્વીકારતા નથી. પણ અહીં આપણે એ પ્રશ્નમાં નહિ ઊતરીએ. પરંતુ ખાસ આનંદ પામવા જેવી વાત તો એ છે કે અસલના વખતમાં હિંદમાં વિચાર અને તેના પ્રચારની સંપૂર્ણ સ્વતંત્રતા હતી. તે સમયે હિંદમાં ગમે તે મત કે માન્યતા ધરાવવાની સ્વતંત્રતા પણ હતી. યુરોપમાં એ જાતની સ્વતંત્રતા છેક હમણાં સુધી નહતી. અને આજે પણ એ બાબતમાં કેટલીક મુશ્કેલીઓ ત્યાં છે.
શંકરાચાર્યના ટૂંકા પણ જહેમતભર્યા જીવનમાંથી બીજી એક વસ્તુ આપણને જાણવા મળે છે તે હિંદની સાંસ્કૃતિક એકતા છે. છેક પ્રાચીન કાળથી માંડીને ઇતિહાસમાં એ વસ્તુનો સ્વીકાર થતે આવ્યો જણાય છે. તું જાણે છે કે ભૌગોલિક દૃષ્ટિએ તે હિંદ લગભગ એક ઘટક છે. રાજકીય દૃષ્ટિએ એના વારંવાર ભાગલા પડ્યા છે. પરંતુ આપણે આગળ જોઈ ગયાં છીએ તેમ અવારનવાર તે લગભગ એક મધ્યસ્થ સત્તાના અમલ નીચે પણ આવતો હતો. પરંતુ સાંસ્કૃતિક દૃષ્ટિએ તે છેક આરંભકાળથી આખે દેશ એક અને અવિભાજ્ય