Book Title: Jagatna Itihasnu Rekha Darshan Part 01
Author(s): Jawaharlal Nehru, Manibhai B Desai
Publisher: Navjivan Prakashan Mandir
View full book text
________________
૪૪
દક્ષિણ હિંદના અનેક રાજા, લડવૈયાએ અને એક મહાપુરુષ
૧૬ મે ૧૯૩૨
૬૪૮ ની સાલમાં સમ્રાટ હર્ષ મરણ પામ્યા. પણ એના મરણ પહેલાં જ હિંદના વાયવ્ય ખૂણામાં બલુચિસ્તાનમાં એક નાનકડુ વાદળુ દેખાયું હતું. એ વાદળુ, પશ્ચિમ એશિયા, ઉત્તર આફ્રિકા અને દક્ષિણ યુરોપમાં પ્રચંડ તાફાન શરૂ થયું હતું તેની આગાહી રૂપે હતું. અરબસ્તાનમાં એક નવા પેગમ્બર પેદા થયા હતા. તેનું નામ હજરત મહંમદ હતું. તેણે એક નવા જ ધર્મોને પ્રચાર કર્યાં હતા. તે ધર્મ ઇસ્લામના નામથી ઓળખાયા. આ નવા ધર્મના જુસ્સાથી પ્રવ્રુત્ત થઈ ને ભારે આત્મશ્રદ્ધાથી આરબ લોકો ખડાના એક છેડાથી ખીજા છેડા સુધી ફરી વળ્યા અને જ્યાં ગયા ત્યાં તેમણે વિજય પ્રાપ્ત કર્યાં. તેમનું એ કા અદ્ભૂત હતું. આ દુનિયામાં આવીને તેમાં ભારે ફેરફાર કરનાર આ નવા બળની આપણે એળખ કરવી જોઈ એ. પરંતુ એ વિષે વિચાર કરવા પહેલાં આપણે દક્ષિણ હિંદમાં જઈએ અને એ સમયે તેની હાલત કેવી હતી હતી તે જોઈ એ. હના સમયમાં મુસ્લિમ આરા બર્કાચસ્તાન સુધી આવી પહોંચ્યા હતા અને ત્યારપછી ઘેાડા જ વખતમાં તેમણે સિધનો કબજો લીધા. પરંતુ તે ત્યાં જ અટકી ગયા અને ખીજા ત્રણસો વરસ સુધી હિંદુ ઉપર મુસલમાનોએ ચડાઈ કરી નહિ. અને ત્રણસો વરસ પછી હિંદુ ઉપર જે ચડાઈ એ થઈ તે અરબ લકાની નહિ પણ મધ્ય એશિયાની જે કેટલીક જાતિઓ મુસલમાન થઈ હતી તેમની હતી.
એટલે હવે આપણે દક્ષિણના પ્રદેશમાં જઈ એ. એના મધ્ય અને પશ્ચિમના ભાગમાં ચાલુક્ય રાજ્ય હતું. એમાં મોટે ભાગે મહારાષ્ટ્રને સમાવેશ થતો હતો. બદામી તેનું પાટનગર હતું. હ્યુએનત્સાંગે મહારાષ્ટ્રના લેાકેાની તથા તેમની હિંમતની ભારે પ્રશ ંસા કરી છે. તેમને વિષે તે કહે છે, ‘મહારાષ્ટ્રના લેાકેા લડાયક જુસ્સાવાળા અને સ્વાભિમાની છે.