Book Title: Jagatna Itihasnu Rekha Darshan Part 01
Author(s): Jawaharlal Nehru, Manibhai B Desai
Publisher: Navjivan Prakashan Mandir
View full book text
________________
દેશે તથા સંસ્કૃતિઓની ચડતી-પડતી ૧૯૯ દશામાં તેને વિષે અભિમાન કરીને બડાશ હાંકવા જેવું કશું જ નથી. એ તે એક આંધળો માણસ પણ કહી શકે કે, તેમનો ભૂતકાળ ભવ્ય અને મહાન હોવા છતાં આજે તે તેઓ દુનિયાના બીજા દેશની તુલનામાં ઘણું નીચા ઊતરી ગયા છે. તેમની પુરાણી સંસ્કૃતિમાં ઓચિંતે વિક્ષેપ નથી પડ્યો એને અર્થ એ નથી કે તેમની દુર્દશા થઈ જ નથી. જે પહેલાં આપણે ઉચ્ચ સ્થિતિમાં હતા અને આજે નીચે પડ્યા હોઈએ તો એ સ્પષ્ટ છે કે દુનિયાની તુલનામાં આપણે નીચા ઊતરી ગયા છીએ. આપણી સંસ્કૃતિની પરંપરા અતૂટ રહી છે તે માટે આપણે ભલે રાજી થઈ એ પણ જ્યારે ખુદ એ સંસ્કૃતિ જ નિઃસત્ત્વ બની ગઈ છે ત્યારે એની અતૂટતાનું સ્મરણ આપણને ઝાઝું સમાધાન આપી શકે એમ નથી. ભૂતકાળ સાથેને આપણે સંબંધ ઓચિંતે તૂટી ગયો હોત તે તે સ્થિતિ કદાચ આપણને વધારે લાભકારક પણ થાત. એ વસ્તુઓ આપણને હચમચાવી મૂક્યા હોત તથા નવું જીવન અને નવી શક્તિ આપી હતઃ હિંદ તેમજ દુનિયામાં સર્વત્ર આજે જે બનાવો બની રહ્યા છે તે આપણા પુરાણા દેશને વેગ આપીને તેનામાં
વન તથા નવા જીવનને ફરીથી સંચાર કરી રહ્યા હોય એ બનવા જોગ છે.
પ્રાચીન કાળમાં હિંદુસ્તાનમાં જે સામર્થ અને ચીવટ હતાં તે તેની ખૂબ ફેલા પામેલી ગ્રામસ્વરાજ્ય અથવા ગ્રામપંચાયતોની સંસ્થાનાં મૂળમાં રહેલાં હોય એમ જણાય છે. આજની પેઠે તે કાળમાં મોટા મોટા જમીનદારે કે ઇનામદારે નહોતા. જમીનની માલિકી ગામલેકેની અથવા પંચાયતની કે તેમાં ખેતી કરતા ખેડૂતની હતી. અને આ પંચાયત પાસે ઘણી સત્તા અને અધિકાર હતા. ગામલેક પંચાયતની ચૂંટણી કરતા અને એ રીતે એ સંસ્થાના પાયામાં લેકશાસનની ભાવના રહેલી હતી. રાજાઓ તે આવતા અને જતા અથવા એકબીજા જોડે લડતા પરંતુ તેઓ આ ગ્રામ-સંસ્થામાં કશીયે દખલ કરતા નહિ કે ન તે પંચાયત દ્વારા લોકોને મળતી સ્વતંત્રતા ઓછી કરવાની હિંમત પણ કરતા. એથી કરીને સામ્રાજ્યો બદલાતાં તે પણ આ ગ્રામ-સંસ્થાના પાયા ઉપર રચાયેલી સમાજવ્યવસ્થા કશા ભારે ફેરફાર વિના ચાલુ રહેતી. પરદેશી ચડાઈઓ, યુદ્ધો અને રાજાઓની ફેરબદલીના હવાલે વાંચીને આપણે એવું માનવાને દરવાઈ જવા સંભવ “ છે કે એ બધાંની અસર આખી પ્રજા ઉપર પહોંચતી હતી. એ ખરું