Book Title: Jagatna Itihasnu Rekha Darshan Part 01
Author(s): Jawaharlal Nehru, Manibhai B Desai
Publisher: Navjivan Prakashan Mandir
View full book text
________________
૨૧૪
જગતના ઇતિહાસનું રેખાદર્શન
હતું. પછી તે બખ ગયા અને ત્યાંથી કાબુલ નદીની ખીણમાં થઈ તે કાશ્મીર આવ્યો અને કાશ્મીરથી તેણે હિંદમાં પ્રવેશ કર્યાં.
ચીનમાં તંગ વંશના અમલના આર ંભને આ કાળ હતો અને તેની રાજધાની સી-આનફૂ વિદ્યા અને કળાનું કેન્દ્ર હતી. એ સમયે ચીન સંસ્કૃતિની બાબતમાં મોખરે હતું અને દુનિયાને દોરવણી આપી રહ્યું હતું. એથી કરીને તારે એ લક્ષમાં રાખવું જોઈ એ કે હ્યુએનત્સાંગ ભારે સુધરેલા દેશમાંથી અહીં આવ્યો હતો અને સરખામણીનાં તેનાં ધારણા બહુ ઊંચાં હાવાં જોઈએ. આ રીતે હિંદની પરિસ્થિતિ વિષેના તેના અભિપ્રાય અતિશય મહત્ત્વતા અને કીમતી ગણાય. તે હિંદના લેાકા અને રાજ્યવહીવટની બહુ પ્રશ ંસા કરે છે. તે કહે છે :
· સામાન્ય જનસમાજ સ્વભાવે માલો હાવા છતાં પ્રામાણિક અને આબરૂદાર છે. નાણાવ્યવહારમાં તે સરળ છે, અને ન્યાયના અમલ કરવામાં ઉદાર છે... વનમાં તે છેતરિપ’ડી કે દગાટકા કરતા નથી અને પેાતાના કાલ તથા પ્રતિજ્ઞાનું વફાદારીથી પાલન કરે છે. તેમના શાસનધારામાં ભારે નીતિમત્તા અને પ્રામાણિકતા દેખાઈ આવે છે અને તેમના વતનમાં અતિશય સજ્જનતા અને મીઠાશ છે. ત્યાં આગળ ગુનેગારા અને બળવાખોરોનું પ્રમાણ બહુ જૂજ છે અને પ્રજાને જવલ્લે જ તેમનેા ત્રાસ વેડવેન પડે છે.'
વળી તે કહે છે :
રાજ્યવ્યવસ્થા ઉદાર સિદ્ધાંતા ઉપર રચાયેલી હાવાથી વહીવટી તંત્ર પણ સાદું છે... લાકા પાસે વેઠ કરાવવામાં આવતી નથી. ... રૈચત ઉપર કરના ખજો હળવા છે અને તેમની પાસેથી લેવામાં આવતું કામ પણ હળવું છે. દરેક માણસ પેાતાની પૂજી નિશ્ચિતપણે રાખી શકે છે અને સહુ નિર્વાહને અર્થે જમીન ખેડે છે. જે રાજ્યની માલકીની જમીન ખેડે છે તે નીપજને જ્હો ભાગ કર તરીકે આપે છે. વેપારી લેાકા પેાતાના ધંધાને અંગે અહીં તહીં સુખેથી જઈ શકે છે.'
હ્યુએનસાંગે જોયું કે પ્રજાની કેળવણીની વ્યવસ્થા સારી હતી તથા શિક્ષણ બહુ જલદી શરૂ થતું હતું. બાળપોથી પૂરી કર્યા પછી બાળક ક બાળાએ સાત વર્ષની ઉંમરે પાંચ શાસ્ત્રોનો અભ્યાસ શરૂ કરવા જોઈ એ એમ તે જણાવે છે. આજે શાસ્ત્રોના અર્થ ધર્મ પુસ્તકા કરવામાં આવે છે. પરંતુ તે સમયે તા શાસ્ત્રને અર્થ દરેક પ્રકારનું જ્ઞાન એવા થતા હતા. પાંચ શાસ્ત્રો આ હતાં : (૧) વ્યાકરણ (ર) કળાકારીગરનું શાસ્ત્ર (૩) આયુર્વેદ (૪) પ્રમાણુશાસ્ત્ર (૫) તત્ત્વજ્ઞાન. આ બધાં શાસ્ત્રોના અભ્યાસ વિદ્યાપીઠમાં થતા હતા અને સામાન્ય રીતે ત્રીશ વરસની ઉંમરે તે પૂરા થતા. મારા ધારવા પ્રમાણે એ ઉંમર સુધી ઘણા