Book Title: Jagatna Itihasnu Rekha Darshan Part 01
Author(s): Jawaharlal Nehru, Manibhai B Desai
Publisher: Navjivan Prakashan Mandir
View full book text
________________
એસેન અને દાઈ નિપાન
૨૦૩ હેર બહુ વાતો થાય છે અને ચીન ઉપરના તેના હુમલાના સમાચારોથી વર્તમાનપત્ર ભરેલાં હોય છે. હું તને આ પત્ર લખી રહ્યો છું તે સમયે મંચૂરિયામાં એક પ્રકારના વિગ્રહ જેવું ચાલી રહ્યું છે. એથી કરીને આપણે કારિયા અને જાપાનના ભૂતકાળ વિષે કંઈક જાણી લઈએ તે ઠીક થઈ પડશે. એ વસ્તુ આજની બીનાઓ સમજવામાં મદદરૂપ નીવડશે.
એમને વિષે પહેલી વાત યાદ રાખવાની એ છે કે એ બંને દેશો ઘણા લાંબા કાળ સુધી દુનિયાથી અલગ રહ્યા હતા. જાપાન દુનિયાથી આટલું અળગું અને બહારના હુમલામાંથી આટલું મુક્ત રહ્યું એ ખરેખર નોંધપાત્ર ઘટના છે. એના આખા ઇતિહાસ દરમ્યાન એના ઉપર હુમલે કરવાના જૂજ પ્રયાસ થયા છે અને એમાંથી એકે સફળ થયે નથી. છેક આજ સુધી એની બધી મુશ્કેલીઓ અંદરની જ રહી છે. થોડા સમય માટે તે જાપાને બાકીની દુનિયા સાથેને પિતાને સંબંધ બિલકુલ તોડી નાખ્યું હતું. કેઈ પણ જાપાની માટે પરદેશ જવું અથવા તે કોઈ પણ પરદેશી – પછી ભલેને તે ચીનવાસી પણ હોય – માટે જાપાનમાં દાખલ થવું એ લગભગ અશક્ય હતું. ત્યાં આવતા યુરોપિયન અને ખ્રિસ્તી પાદરીઓથી બચવા માટે આવો પ્રબંધ કરવામાં આવ્યું હતું. પરંતુ આમ કરવું એ જોખમકારક અને મૂર્ખાઇભર્યું હતું; કેમકે એનો અર્થ તે એ થયો કે આખી પ્રજાને કેદખાનામાં પૂરી દેવી અને તેને બહારની સારી યા નબળી બંને પ્રકારની અસરથી વિમુખ કરવી. પણ પછી એકાએક જાપાને પિતાનાં બારણાં અને બારીઓ ખુલ્લાં કરી દીધાં તથા યુરોપમાંથી જે કંઈ શીખવાનું હોય તે શીખવા માટે જાપાનવાસીઓ બહાર નીકળી પડ્યા. અને યુરેપ પાસેથી જે શીખવાનું હતું તે તેઓ એવી નિષ્ઠાથી શીખ્યા કે એક કે બે પેઢીમાં તે જાપાન બહારના દેખાવમાં યુરોપના કોઈ પણ દેશ જેવું બની ગયું. વળી તેણે તેમની સારી વસ્તુઓની સાથે બૂરી વસ્તુઓની પણ નકલ કરી ! આ બધું છેલ્લાં સિત્તર વર્ષો દરમ્યાન બન્યું.
કોરિયાને ઇતિહાસ ચીનના ઇતિહાસ પછી ઘણે લાંબે સમયે શરૂ થાય છે અને જાપાનના ઈતિહાસનો આરંભ તો કોરિયાના ઇતિહાસ પછી પણ ઘણું લાંબા કાળ પછી થાય છે. મેં તને ગયે વર્ષે મારા એક પત્રમાં કહ્યું હતું કે કી-સે નામનો એક ચીનવાસી રાજવંશની ફેરબદલીથી નારાજ થઈને ૫૦૦૦ સાથીઓ સહિત પૂર્વ તરફ ચાલ્યો