Book Title: Jagatna Itihasnu Rekha Darshan Part 01
Author(s): Jawaharlal Nehru, Manibhai B Desai
Publisher: Navjivan Prakashan Mandir
View full book text
________________
૩૪
સમસ્ત જગતના એક સાર્વભામ રાજ્યની કલ્પના
૨૫ એપ્રિલ, ૧૯૩૨ મને લાગે છે કે આ પત્રોથી હું તને ઘણીવાર થકવી નાખતા હોઈશ અને તારા મનને ગૂંચવી નાખતો હોઈશ.
ખાસ કરીને રોમન સામ્રાજ્યોને અંગેના મારા છેલ્લા બે પત્રોએ તો તારી ધીરજ ખુટાડી દીધી હશે. એમાં હજારો વર્ષના ગાળામાં આગળ અને પાછળ ભમ્યા છું અને હજારો માઈલનું અંતર મેં વટાળ્યું છે એટલે એ પત્રોથી તારા મનમાં ગૂંચવાડા ઊભા થયા હોય તો તેમાં સંપૂર્ણ પણે મારા જ દોષ છે. પણ એથી તું હતાશ થઈશ નહિ અને મારા પત્રો વાંચવાનું ચાલુ રાખજે. કાઈ પણ ઠેકાણે મારા કહેવામાં તને સમજ ન પડે તે એ માટે ચિંતા કરીશ નહિ અને આગળ ચાલજે. તને ઇતિહાસ શીખવવાને હું કંઈ આ પત્રો નથી લખતે. એ લખવામાં મારો આશય તો તને કંઈક જગતના ઇતિહાસની ઝાંખી કરાવવાના અને તારી જિજ્ઞાસા જાગ્રત કરવાના છે.
રોમન સામ્રાજ્યાની વાત સાંભળી સાંભળીને તો તું થાકી હશે. મારી પોતાની વાત કહું તો, સાચે જ હું તે એનાથી કંટાળ્યા છું. છતાંયે આજનો દિવસ જરા એ જ વાત નિભાવી લઈ એ અને પછીથી થોડા વખત માટે આપણે તેમની રજા લઈશું.
તને ખબર છે કે આજકાલ રાષ્ટ્રવાદ અને સ્વદેશાભિમાનની બહુ વાતા થાય છે. હિંદમાં તે આજે આપણામાંના મોટા ભાગના લોકો કટ્ટર રાષ્ટ્રવાદી છે. રાષ્ટ્રવાદ એ ઇતિહાસમાં એક નવી જ વસ્તુ છે અને ધણુ કરીને આગળ ઉપર આ પત્રોમાં આપણે તેના આર ંભ અને વિકાસ વિષે વાત કરીશું. રોમન સામ્રાજ્યોના જમાનામાં આવી જાતની કાઈ પણ ભાવના નહોતી. તે વખતે તે એ સામ્રાજ્યને આખી દુનિયા ઉપર શાસન કરતું એક મહાન રાજ્ય માનવામાં આવતું હતું. આખી દુનિયા ઉપર જેનું શાસન એક ચક્ર ચાલ્યું હોય એવું એક સાભામ સામ્રાજ્ય કે રાજ્ય ઇતિહાસમાં કદી પણ થયું જાણ્યું નથી પણ ભૂંગાળના જ્ઞાનને અભાવે તથા લાંબાં અંતર કાપીને માલની અવરજવર કરવાની અને લાંખી મુસાફરી કરવાની મુશ્કેલીઓને કારણે આવું રાજ્ય પણ હતું એમ અસલના લેા માની લેતા. આ રીતે, રામના રાજ્યને યુરેપ