Book Title: Jagatna Itihasnu Rekha Darshan Part 01
Author(s): Jawaharlal Nehru, Manibhai B Desai
Publisher: Navjivan Prakashan Mandir
View full book text
________________
વિદેશી બજારે પર હિંદને કાબૂ ૧૮૭ એ સ્વાભાવિક છે. જે વ્યક્તિ કે દેશ પાસે વધારે સારાં ઓજારો હોય અને કોઈ પણ વસ્તુ બનાવવાની વધારે સારી કે સોંઘી પદ્ધતિ હોય તે વ્યક્તિ કે દેશ જેમનાં ઓજારે અને પદ્ધતિ એટલાં સારાં ન હોય તે દેશ કે વ્યક્તિને લાંબે ગાળે બજારમાંથી હાંકી કાઢે છે. એ જ કારણે છેલ્લાં બસો વરસમાં યુરોપ એશિયા કરતા આગળ વધી ગયું છે. નવી નવી શોધખોળને લીધે નવાં અને બધારે શક્તિશાળી એજ તથા વસ્તુઓની બનાવટની નવી રીતે યુરોપને લાધી. આ બધાની સહાયથી તેણે દુનિયાનાં બજારે હાથ ક્ય અને પરિણામે તે બળવાન અને સંપત્તિવાન થયું. એમાં તેને બીજી પણ કેટલીક વસ્તુઓ મદદરૂપ નીવડી હતી. પરંતુ અત્યારે તે ઓજાર એ કેટલા બધા મહત્ત્વની વસ્તુ છે એને
ખ્યાલ તું કરે એમ હું ઈચ્છું છું. એક મહાપુરુષે એક વાર કહ્યું હતું કે માણસ એ ઓજાર બનાવનાર પ્રાણી છે. અને છેક પ્રાચીન કાળથી આજ સુધીને મનુષ્યજાતિને ઈતિહાસ એ પાષાણ યુગના સમયનાં પથ્થરનાં તીર તથા હથોડાથી માંડીને આજની આગગાડી અને પ્રચંડ વરાળયંત્ર સુધીનો વધારે ને વધારે કામ આપનારા ઓજારોને જ ઈતિહાસ છે. સાચે જ આપણે કંઈ પણ કરવું હોય તેમાં ઓજારની જરૂર પડે છે. એના વિના આજે આપણે કોણ જાણે કેવી હાલતમાં હેત ?
ઓજાર એ સારી વસ્તુ છે. એ કામને હળવું બનાવવામાં મદદરૂપ થાય છે. પરંતુ ઓજારને દુરુપયોગ પણ થઈ શકે છે. કરવત ઉપયોગી ઓજાર છે. પરંતુ બાળક તેનાથી પિતાને ઈજા કરી બેસે. ચપ્પ ઘણું જ ઉપયોગી ગણાય અને દરેક સ્કાઉટે તે રાખવું જોઈએ. પણ કઈ બેવકૂફ માણસ એનાથી બીજા માણસનું ખૂન કરી બેસે એમાં બીચારા ચપુને કશે જ દોષ નથી. દેષ તે એ ઓજારને વાપરનાર માણસમાં રહેલું હોય છે.
એ જ રીતે આધુનિક યંત્ર સ્વતઃ તે સારી વસ્તુ છે પણ ભૂતકાળમાં તેને અનેક રીતે દુરુપયેગા થયા હતા અને આજે પણ તેને દુરુપયોગ થઈ રહ્યો છે. આમ જનતાને કામને બોજો હળવો કરવાને બદલે યંત્રએ ઘણું ખરું પહેલાં કરતાં પણ તેમની હાલત વધારે બૂરી કરી મૂકી છે. તેમના ઉપયોગથી કરોડો માણસોને સુખ અને આરામ મળ જોઈ તે હતું તેને બદલે યંત્રોએ અસંખ્ય લોકોને દુઃખી કરી મૂક્યા છે. વળી તેમણે રાજ્યના હાથમાં એટલી બધી સત્તા સુપરત કરી છે કે તે યુદ્ધમાં લાખો માણસની કતલ કરી શકે છે.