Book Title: Jagatna Itihasnu Rekha Darshan Part 01
Author(s): Jawaharlal Nehru, Manibhai B Desai
Publisher: Navjivan Prakashan Mandir
View full book text
________________
દક્ષિણ હિંદની વસાહતો
૧૭૫ સંભવ છે કે ઉત્તર હિંદમાંથી ઊતરી આવતા લેકાના દબાણને કારણે ત્યાં વસ્તીને ભરા થયે હશે. એનું કારણ ગમે તે હે પણ હિંદુસ્તાનથી લાંબા અંતરે એકબીજાથી દૂર દૂર આવેલાં સ્થળોએ વસાહતે સ્થાપવાની વિચારપૂર્વક જમા કરવામાં આવી હતી. વળી એ બધાં સ્થળોએ લગભગ એક વખતે જ વસાહત સ્થાપવામાં આવી હતી. હિંદીચીન, મલાયા દ્વીપકલ્પ, બોનિ, સુમાત્રા, જાવા અને અન્ય સ્થળોએ આ વસાહત હતી. આ બધાં હિંદી નામધારી પલ્લવ સંસ્થાનો હતાં. હિંદીચીનના સંસ્થાનનું નામ કેબેજ (હાલનું કંબોડિયા) હતું. આ નામ ગંધાર પ્રદેશની કાબુલની ખીણમાં આવેલા કબજથી નીકળીને આટલે દૂર સુધી પહોંચ્યું હતું.
૪૦૦ થી ૫૦૦ વરસ સુધી આ સંસ્થાને હિંદુધમી રહ્યાં પણ પછીથી ધીરે ધીરે સર્વત્ર બદ્ધ ધર્મ ફેલા. ઘણું વખત પછી મલેસિયાના થોડા ભાગમાં ઈસ્લામ ધર્મ પ્રસર્યો અને બાકીના ભાગમાં ૌદ્ધ ધર્મ ચાલુ રહ્યો.
મલેશિયામાં સામ્રાજ્ય અને રાજ્ય સ્થપાયાં અને નાશ પામ્યાં. પરંતુ વસાહત સ્થાપવાના દક્ષિણ હિંદના સમારંભનું એક ખરું મહત્ત્વનું પરિણામ એ આવ્યું કે દુનિયાના એ ભાગમાં ભારતની આર્ય સભ્યતા અને સંસ્કૃતિ દાખલ થવા પામી અને મલેસિયાના આજના વતનીઓ અમુક અંશે આપણી જેમ એ સંસ્કૃતિની જ સંતતી છે. તેમના ઉપર બીજી સંસ્કૃતિની પણ અસર પડી છે. ખાસ કરીને તેમના * ઉપર ચીની સંસ્કૃતિની અસર થવા પામી છે અને હિંદુસ્તાન તથા એ બંનેની સંસ્કૃતિની પ્રબળ અસરનું મલેસિયાના જુદા જુદા દેશોમાં મિશ્રણ થયું છે તે નિહાળવું અતિશય આનંદજનક છે. કેટલાક મુલાકે ઉપર ભારતી અસર વધારે થઈ છે અને કેટલાક ઉપર ચીની અસર વધારે દેખાય છે. ખંડસ્થ પ્રદેશમાં એટલે કે બ્રહ્મદેશ, સિયામ અને હિંદી ચીન ઉપર ચીની અસર વધારે પ્રમાણમાં માલૂમ પડે છે. પણ મલાયામાં તેમ નથી. જાવા, સુમાત્રા અને બીજા ટાપુઓમાં ભારતી અસર વધારે પ્રમાણમાં દેખાય છે. આધુનિક સમયમાં તેના ઉપર ઇસ્લામનું પડ ચડયું છે.
પરંતુ ભારત અને ચીની સંસ્કૃતિ વચ્ચે જરાયે ઘર્ષણ નહતું. એ બંને સંસ્કૃતિઓ બિલકુલ નિરાળી હતી છતાં પણ કશીયે મુશ્કેલી વિના તેમણે એકી સાથે પિતપતાને માર્ગે કાર્ય કર્યા કર્યું. બેશક હિંદુ તેમ શ્રાદ્ધ બંને ધર્મોનું ઊગમસ્થાન તે હિંદ જ હતું. ધર્મની બાબતમાં