Book Title: Jagatna Itihasnu Rekha Darshan Part 01
Author(s): Jawaharlal Nehru, Manibhai B Desai
Publisher: Navjivan Prakashan Mandir
View full book text
________________
૧૮૦ જગતના ઇતિહાસનું રેખાદર્શન જાણતાં નથી. હું પણ એ જ કમનસીબ છું. સંસ્કૃતના આ અજ્ઞાનને કારણે આપણે બધાં આપણા આ સમૃદ્ધ વારસાથી વંચિત રહ્યાં છીએ. તું પતે એમ વંચિત ન રહેતાં એ વારસાને પૂરો લાભ ઉઠાવશે એવી મને આશા છે. | વિક્રમાદિત્યનો રાજદરબાર અતિશય જાજવલ્યમાન હતા એમ કહેવાય છે. ત્યાં આગળ તેણે તે સમયના શ્રેષ્ઠ કવિઓ અને કળાકારોને એકઠા કર્યા હતા. વિદ્વમાદિત્યના દરબારના નવ રત્નોની વાત તે નથી સાંભળી? કવિ કાળિદાસ આ નવ રત્ન પૈકી એક હતે.
સમુદ્રગુપ્ત પિતાના સામ્રાજ્યની રાજધાની પાટલીપુત્રથી ખસેડી અયોધ્યા લઈ ગયો. તેને કદાચ એમ લાગ્યું હશે કે મહાકવિ વાલ્મીકિએ રચેલી રામચંદ્રની અમર કથાને કારણે તેના જેવી કટ્ટર અને ઉદ્દામ આર્ય દષ્ટિ ધરાવતા રાજાને માટે અયોધ્યા વધારે અનુકૂળ સ્થાન છે.
આર્ય સંસ્કૃતિ તેમ જ હિંદુ ધર્મની ગુપ્ત રાજાઓએ કરેલી પુનર્જાગ્રતિ સ્વાભાવિક રીતે જ બૈદ્ધ ધર્મ તરફ ઉદાર નહોતી. એનું એક કારણ એ હતું કે એ અમીર અથવા ઉપલા વર્ગની ચળવળ હતી અને ક્ષત્રિય રાજાઓ તથા સરદારનું તેની પાછળ પીઠબળ હતું. જ્યારે બદ્ધ ધર્મમાં પ્રધાનપણે લોકતંત્રની ભાવના હતી. બીજું કારણ એ હતું કે સૈદ્ધ ધર્મના મહાયાન સંપ્રદાયનો ઉત્તર હિંદના કુશાન અને બીજા વિદેશી રાજકર્તાઓ સાથે ગાઢ સંબંધ હતા. પરંતુ તે સમયે બૌદ્ધ ધર્મ ઉપર દમન ગુજારવામાં આવતું હોય એમ જણાતું નથી. બૈદ્ધ મઠે તો ચાલુ જ રહ્યા અને હજી પણ તે વિદ્યાનાં મેટાં ધામે હતાં. સિલેનમાં જોકે બૈદ્ધ ધર્મ પ્રચલિત હતો છતાંયે ગુપ્ત રાજાઓને ત્યાંના રાજાઓ સાથે મિત્રતાનો સંબંધ હતે. મેઘવર્ણ નામના સિલેનના રાજાએ સમુદ્રગુપ્ત ઉપર મૂલ્યવાન ભેટ મોકલી હતી અને સિંહાલી વિદ્યાર્થીઓ માટે ગયામાં એક વિહાર પણ તેણે બંધાવ્યું હતું.
પરંતુ હિંદમાં બૌદ્ધ ધર્મ ધીરે ધીરે ક્ષીણ થતો ગયો. હું તને આગળ ઉપર કહી ગયો છું તેમ તેની આ ક્ષીણતા અથવા હાસ માટે બ્રાહ્મણે યા તે તે સમયની સરકારના બહારના દબાણ કરતાં ધીમે ધીમે તેને પિતાની અંદર સમાવી દેવાની હિંદુ ધર્મની શક્તિ વધારે પ્રમાણમાં કારણભૂત હતી.
આ જ અરસામાં ચીનનો એક સુપ્રસિદ્ધ પ્રવાસી હિંદુસ્તાનમાં આવ્યું હતું. આ પ્રવાસી, જેને વિષે મેં તને આગળ ઉપર વાત કરી