Book Title: Jagatna Itihasnu Rekha Darshan Part 01
Author(s): Jawaharlal Nehru, Manibhai B Desai
Publisher: Navjivan Prakashan Mandir
View full book text
________________
૧૭૮ જગતના ઇતિહાસનું રેખાદર્શન
આ નેતાનું નામ ચંદ્રગુપ્ત હતું. આ ચંદ્રગુપ્તને અશોકના પિતામહ ચંદ્રગુપ્ત સાથે ભેળવી દઈશ નહિ. મર્યવંશ સાથે આ ચંદ્રગુપ્તને કશે જ સંબંધ નહોતે. હા, કર્મસંગે તે પાટલીપુત્રને નાનકડો રાજા હતો એ ખરું પણ તે સમય સુધીમાં તે અશોકના વંશજો ક્યાંયે ભુલાઈ ગયા હતા. તારે એ ધ્યાનમાં રાખવું જોઈએ કે અત્યારે તે આપણે ઈસવી સનની ચોથી સદીના આરંભ એટલે કે લગભગ ૩૦૮ ની સાલ સુધી આવી પહોંચ્યાં છીએ. અશોકના મરણ બાદ ૫૩૪ વર્ષ પછીની આ વાત છે.
ચંદ્રગુપ્ત મહત્ત્વાકાંક્ષી અને કુશળ પુરુષ હતે. ઉત્તરના આર્ય રાજાઓને પિતાના પક્ષમાં મેળવી લઈને એક પ્રકારનું સમવાયતંત્ર સ્થાપવાને તેણે વિચાર કર્યો. લિચ્છવી નામની પ્રસિદ્ધ અને બળવાન જાતિની કુમારદેવી નામની કન્યા જોડે તેણે લગ્ન કર્યું અને એ રીતે એ જાતિને ટેકે તેણે મેળવ્યું. આ રીતે કાળજીપૂર્વક બધી તૈયારી કર્યા પછી ચંદ્રગુપ્ત હિંદુસ્તાનના બધા વિદેશી રાજ્યકર્તાઓ સામે જેહાદ પિકારી. પરદેશી લેકે જેમની સત્તા અને ઊંચી પદવી છીનવી લીધી હતી તેવા ક્ષત્રિય અને ઉપલા વર્ગના બીજા આર્ય લેકીને આ યુદ્ધમાં ટેકે હતે. બારેક વરસ સુધી લડ્યા પછી ઉત્તર હિંદના અમુક ભાગ અને જેને આજે આપણે યુક્ત પ્રાંતે કહીએ છીએ તે પ્રદેશને ચંદ્રગુપ્ત કબજે કરી શક્યો. પછી તેણે રાજાધિરાજ અથવા સમ્રાટ તરીકે પિતાને રાજ્યાભિષેક કરાવ્યું.
આ રીતે ગુપ્ત વંશને આરંભ થયો. લગભગ બસે વરસ સુધી એ વંશને અમલ ચાલુ રહ્યો. પછીથી હૂણ લેકેના હુમલા થવા લાગ્યા અને તેઓ તેમને સંતાપવા લાગ્યા. કંઈક અંશે એ ઉદ્દામ હિંદુ ધર્મ અને રાષ્ટ્રવાદને યુગ હતે. તુર્ક, પાર્થિયન અને એવા બીજા આપેંતર રાજાઓને જડમૂળથી ઉખેડી નાખવામાં આવ્યા તથા તેમને બળજબરીથી હાંકી કાઢવામાં આવ્યા. આ રીતે અહીં આપણને જાતિ જાતિ વચ્ચે વિષ કાર્ય કરતા માલૂમ પડે છે. ઉપલા વર્ગના હિંદના આ પિતાની જાતિ માટે અતિશય મગરૂર હતા અને તેઓ શ્લેષ્ઠ અથવા તે પરદેશી લેકે તરફ તુચ્છ ભાવે જોતા હતા. ગુતોએ તેમણે જીતેલા આર્ય રાજાઓ અને રાજ્ય પ્રત્યે ઉદાર અને નરમ વલણ દાખવ્યું પણ આયેંતર રાજાઓ પ્રત્યે તે જરા સરખી ઉદારતા કે નરમાશ દાખવ્યો નહિ.