Book Title: Jagatna Itihasnu Rekha Darshan Part 01
Author(s): Jawaharlal Nehru, Manibhai B Desai
Publisher: Navjivan Prakashan Mandir
View full book text
________________
પાર્થિયા અને સાસાની ચુસ્ત અનુયાયી હતું અને એ ધર્મને તેણે ભારે આશ્રય આપે. બીજા ધર્મો પ્રત્યે તે બહુ સહિષ્ણુ નહોતે. તને યાદ હશે કે જરસ્તી ધર્મ પારસી લેકોને ધર્મ છે. આ સાસાની રાજાઓ અને રેમન સામ્રાજ્ય વચ્ચે લગભગ સતત લડાઈ ચાલ્યા કરતી હતી. એક વખત તે તેમણે એક રોમન સમ્રાટને કેદ પણ પકડ્યો હતે. કેટલીક વખત તે ઈરાની સે છેક કાન્ટિનોપલ સુધી પહોંચી ગયું હતું. અને એક વખત તેણે મિસર પણ જીતી લીધું હતું. સાસાની સામ્રાજ્ય ખાસ કરીને જરથોસ્તી ધર્મ માટેની તેની ધગશ માટે જાણીતું છે. સાતમી સદીમાં ઇસ્લામને ફેલાવે છે ત્યારે તેણે સાસાની સામ્રાજ્ય અને તેના રાજધર્મ બંનેનો અંત આણ્યો. આ ફેરફારને કારણે અને દમનના ભયથી કેટલાક જરથોસ્તીધર્મીઓએ પિતાનું વતન છેડવાનું ઉચિત ધાયું. તેઓ હિંદુસ્તાનમાં આવ્યા. આગળ ઉપર પિતાને આશ્રય શોધતા આવેલા બીજા લેકેનું હિન્દ સ્વાગત કર્યું હતું તે જ રીતે તેણે તેમનું સ્વાગત કર્યું. હિંદના આજના પારસીઓ આ જરસ્તીધર્મીઓના વંશજો છે.
ભિન્ન ભિન્ન ધર્મો પ્રત્યેના તેમના વર્તાવની બાબતમાં બીજા દેશની જોડે હિંદની તુલના કરવી એ અજાયબ પમાડનારી અને અદ્દભુત વસ્તુ છે. ઘણાખરા દેશમાં અને ખાસ કરીને યુરોપમાં ભૂતકાળમાં રાજ્યધર્મને સ્વીકાર ન કરનારા બધા લેકે પ્રત્યે અસહિષ્ણુ વલણ દાખવવામાં આવતું હતું અને તેમનું દમન કરવામાં આવતું હતું એમ તને માલૂમ પડશે. ધર્મની બાબતમાં લગભગ બધે જ જબરદસ્તી હતી. ધાર્મિક દમન માટેની યુરોપની વિઝીશનની ભયાનક સંસ્થા તથા ડાકણે ગણીને કેટલીક સ્ત્રીઓને બાળી મૂકવામાં આવતી તે વિષે તારા વાંચવામાં આવશે. પરંતુ હિંદમાં તે પ્રાચીન સમયમાં બધા ધર્મો પ્રત્યે ઉદાર વલણ રાખવામાં આવતું હતું. પશ્ચિમના દેશોમાં જુદા જુદા પથે વચ્ચે ભયંકર ઝઘડા થયા હતા તેને મુકાબલે હિંદુધર્મ અને બૌદ્ધધર્મ વચ્ચેના નજીવા ઝઘડા અથવા ઘર્ષણ કશી વિસાતમાં નથી. આ હકીકત ખાસ લક્ષમાં રાખવી જોઈએ, કેમ કે, કમનસીબે આજકાલ આપણે ત્યાં કેમી અને ધાર્મિક ઝઘડા થવા લાગ્યા છે અને જેમને ઈતિહાસનું કશું જ્ઞાન નથી એવા કેટલાક લેકે એમ માને છે કે પ્રાચીનકાળથી હિંદુસ્તાનની આવી જ દશા રહી છે. એ બિલકુલ ગલત વાત છે. આ કલહે તે મોટે ભાગે આજકાલના