Book Title: Jagatna Itihasnu Rekha Darshan Part 01
Author(s): Jawaharlal Nehru, Manibhai B Desai
Publisher: Navjivan Prakashan Mandir
View full book text
________________
૧૭ર જગતના ઇતિહાસનું રેખાદર્શન ચાલતું હતું અને વેપારની શોધમાં કે કેવળ સાહસને ખાતર પણ લેકે દરિયાપાર જતા હતા એ જાણીને હેરત પામવા જેવું કશું જ નથી. ગૌતમ બુદ્ધ યાત હતા તે અરસામાં વિજયે હિંદુસ્તાનમાંથી જઈને સિલેન જીતી લીધું હતું એમ ધારવામાં આવે છે. હું ધારું છું કે અજંતાની ગુફામાં હાથી તથા ઘેડાઓને વહાણો ઉપર ચઢાવીને સિલેન જવા માટે દરિયે ઓળંગતા વિજયનું ચિત્ર છે. વિજયે એ ટાપુને “સિંહલ દ્વીપ” નામ આપ્યું. સિંહલ નામ સિંહ શબ્દ ઉપરથી પડયું છે. સિલેનમાં સિંહ વિષે એક જૂની દંતકથા પ્રચલિત છે પણ હું તે ભૂલી ગયો છું. હું ધારું છું કે સિલેન શબ્દ પણ સિંહલ ઉપરથી જ ઊતરી આવ્યું છે.
દક્ષિણ હિંદ અને સિલેન વચ્ચેને જરા સરખે દરિયે ઓળંગ એ કંઈ ભારે સાહસ ન કહેવાય. પરંતુ બંગાળથી ગુજરાત સુધીના દરિયા કાંઠા ઉપર આવેલાં સંખ્યાબંધ બંદરેથી લેકે દરિયાપાર જતા હશે તથા હિંદુસ્તાનમાં વહાણ બાંધવાને ઉદ્યોગ ચાલતો હશે એ વિષે આપણને પુષ્કળ પુરાવા મળી આવે છે. ચંદ્રગુપ્ત મૌર્યના મહાન અમાત્ય ચાણકયે પિતાના અર્થશાસ્ત્ર નામના ગ્રંથમાં નૌકાસૈન્ય વિષે કંઈક માહિતી આપી છે. તેના ગ્રંથ અર્થશાસ્ત્ર વિષે મેં તને નૈની જેલમાંથી લખ્યું હતું. ચંદ્રગુપ્તના દરબારમાં આવેલે ગ્રીક એલચી મૅગેસ્થનીસ પણ એને ઉલ્લેખ કરે છે. આ ઉપરથી એમ જણાય છે કે માર્યા યુગના આરંભમાં પણ વહાણ બાંધવાને ઉદ્યોગ હિંદુસ્તાનમાં સારી પેઠે ખીલ્યું હતું. અને વહાણે બંધાય એને અર્થ એ કે તેને ઉપયોગ પણ તે હવે જોઈએ. આમ તે સમયે સારી સરખી સંખ્યામાં લેકે વહાણમાં બેસીને દરિયાપાર જતા હશે. એક બાજુ આને વિચાર કરીએ અને બીજી બાજુ આજે પણ આપણુમાંના કેટલાક લેકે દરિયાઈ સફર કરતાં ડરે છે અને તેને ધર્મવિરોધી કાર્ય ગણે છે એ વિચારતાં સાચે જ આપણને નવાઈ લાગે છે. આવા લોકોને આપણે ભૂતકાળના અવશેષો પણ ન કહી શકીએ, કેમકે, ભૂતકાળના લેકે તે એમનાથી ઘણા વધારે સમજી હતા. સદ્ભાગ્યે આજે તે આવા વિચિત્ર ખ્યાલે લગભગ નાબૂદ થયા છે અને ગણ્યાગાંડ્યા માણસ ઉપર જ તેની અસર રહી છે.
સ્વાભાવિક રીતે જ ઉત્તર હિંદ કરતાં દક્ષિણ હિંદના લેકે સમુદ્ર તરફ વધારે નજર રાખતા હતા. વિદેશ સાથેનો હિંદને ઘણેખર વેપાર