Book Title: Jagatna Itihasnu Rekha Darshan Part 01
Author(s): Jawaharlal Nehru, Manibhai B Desai
Publisher: Navjivan Prakashan Mandir
View full book text
________________
૩૬
દક્ષિણ હિંદની વસાહત
૨૮ એપ્રિલ, ૧૯૬૨ આપણે બહુ દૂર નીકળી ગયાં. હવે પાછાં આપણે હિંદુસ્તાન તરફ વળીએ અને એ સમયે આપણા પૂર્વજે શુ કરતા હતા તે જાણવા પ્રયત્ન કરીએ. કુશાન લાના સરહદ ઉપરના સામ્રાજ્યની વાત તે તને યાદ હશે. એ બહુ સામ્રાજ્યમાં આખા ઉત્તર હિંદુ અને મધ્ય એશિયાના સારા સરખા પ્રદેશના સમાવેશ થતા હતા. એની રાજધાની પુરુષપુર અથવા પેશાવર હતી. તને કદાચ એ પણ યાદ હશે કે લગભગ આ જ અરસામાં દક્ષિણ હિંદમાં એક સમુદ્રથી ખીજા સમુદ્ર સુધી વિસ્તરેલું એક મહાન રાજ્ય હતું. તેનું નામ આંત્ર રાજ્ય. લગભગ ૩૦૦ વરસ સુધી કુશાન સામ્રાજ્ય અને આંધ્ર રાજ્યની ચડતી કળા રહી. લગભગ ઈસવી સનની ત્રીજી સદીના મધ્યમાં આ અને રાજ્યા નાશ પામ્યાં. એ પછી થોડા સમય માટે હિંદમાં સંખ્યાબંધ નાનાં નાનાં રાજ્યે ફૂટી નીકળ્યાં. પરંતુ સે। વરસની અંદર પાટલીપુત્રમાં એક અજો ચંદ્રગુપ્ત પેદા થયા અને તેણે આક્રમણકારી હિંદુ સામ્રાજ્યવાદનો યુગ આરંભ્યો. પરંતુ આ ‘ ગુપ્ત ' નામથી ઓળખાતા વંશના રાજાની વાત કરતા પહેલાં દૂર પૂર્વમાં આવેલા ટાપુઓમાં ભારતી કળા અને સંસ્કૃતિ લઈ જનાર દક્ષિણ હિંદના મહાન સમારંભાના આરંભ તરફ આપણે નજર કરીએ.
હિમાલય પર્વત અને એ સમુદ્રોની વચ્ચે આવેલા હિંદુસ્તાનના આકાર તેા તને બરાબર ખ્યાલમાં હશે. હિંદના ઉત્તર ભાગ સમુદ્રથી ખૂબ દૂર છે. ભૂતકાળમાં એનુ લક્ષ ખાસ કરીને તેની જમીનની સરહદો ઉપર પરોવાયેલું રહેતું કેમકે તે ઓળગીને દુશ્મનો તથા હુમલાખોરો વારંવાર ચડી આવતા હતા. પર ંતુ હિંદની પૂર્વ, પશ્ચિમ અને દક્ષિણ બાજુએ જબરદસ્ત દરિયાકિનારો છે તથા દક્ષિણ તરફ તે વધુ ને વધુ સાંકડા થતા જાય છે. અને છેવટે કન્યાકુમારી આગળ તેની પૂર્વ અને પશ્ચિમ સરહદ મળી જાય છે. સમુદ્રની નજીક વસનારા બધા લોકોને સ્વાભાવિક રીતે જ તેના પ્રત્યે આકર્ષણ હોય છે અને સામાન્ય રીતે તે દરિયા ખેડનારા હોય છે. છેક પ્રાચીન કાળથી દક્ષિણ હિંદુ અને પશ્ચિમના દેશો વચ્ચે ધમધોકાર વેપાર ચાલતા હતા એ વિષે હું તને કહી ગયા છું. આથી અસલના વખતથી હિંદુસ્તાનમાં જહાન્તે બાંધવાનો ઉદ્યોગ