Book Title: Jagatna Itihasnu Rekha Darshan Part 01
Author(s): Jawaharlal Nehru, Manibhai B Desai
Publisher: Navjivan Prakashan Mandir
View full book text
________________
રેમ આખરે નામશેષ થાય છે
૧૫૯ તે ટકી રહ્યું અને છેવટે ૧૪૫૩ ની સાલમાં ઓટોમન અથવા ઉસ્માની તુકે લેકેએ કન્ઝાન્ટિનોપલનો કબજે લીધો ત્યારે તેને અંત આવ્યો. ત્યારથી તે આજ સુધી એટલે કે લગભગ પાંચ વરસથી કન્ઝાન્ટિનોપલ અથવા ઈસ્તંબુલ તુર્ક લેકના કબજામાં રહ્યું છે. ત્યાં આગળથી તુર્ક લકે યુરેપના પ્રદેશ ઉપર વારંવાર આક્રમણ કરતા અને એક વખતે તે તેઓ છેક વિયેનાના દરવાજા સુધી પહોંચી ગયા હતા. પછીની સદીઓમાં ધીરે ધીરે તેમને પાછી હાંકી કાઢવામાં આવ્યા હતા અને બારેક વરસ ઉપર ગયા મહાયુદ્ધમાં તેમની હાર થયા પછી કન્ઝાન્ટિપલ તેઓ લગભગ ખોઈ બેઠા હતા. પછી એ શહેર અંગ્રેજોના કબજામાં ગયું અને તુર્ક સુલતાન તેમના હાથમાં પૂતળા જે બની ગયો. પરંતુ મુસ્તફા કમાલ પાશા નામને એક મહાન નેતા પિતાની પ્રજાને ઉગારવા આગળ પડ્યો અને વીરતાભર્યા યુદ્ધ પછી તે પિતાના કાર્યમાં સફળ
. આજે તુક પ્રજાતંત્ર છે અને સુલતાને ત્યાંથી હમેશને માટે વિદાય લીધી છે. કમાલ પાશા એ પ્રજાતંત્રને પ્રમુખ છે. પહેલાં પૂર્વના રોમન સામ્રાજ્યનું અને પછી તુર્ક સામ્રાજ્યનું એમ લગભગ ૧૫૦૦ વર્ષ સુધી કન્સ્ટાન્ટનોપલ સામ્રાજ્યનું પાટનગર રહ્યું. આજે પણ તે તુર્ક રાજ્યને એક ભાગ છે પરંતુ તે તેનું પાટનગર રહ્યું નથી. તુક લેકએ સામ્રાજ્ય સાથે સંકળાયેલાં તેનાં સ્મરણ અને પરંપરાઓથી અળગા રહેવાનું અને દૂર એશિયામાઈનરમાં આવેલા અંગારા અથવા અંકારા શહેરમાં પોતાની રાજધાની રાખવાનું યોગ્ય માન્યું.
આપણે લગભગ બે હજાર વર્ષ જેટલે કાળ ઝપાટાબંધ વટાવી ગયાં અને કસ્ટાન્ટિનોપલની સ્થાપના તથા રમના સામ્રાજ્યની રાજધાની એ નવા શહેરમાં ખસેડવામાં આવી ત્યાર બાદ એક પછી એક જે જે ફેરફાર થતા ગયા તેના ઉપર ઊડતી નજર કરી ગયાં. પરંતુ કોન્ટેન્ટાઈને બીજું એક અવનવું કાર્ય કર્યું. તેણે ખ્રિસ્તી ધર્મ અંગીકાર કર્યો અને તે પિતે સમ્રાટ હતું એટલે એનો અર્થ એ થયો કે ખ્રિસ્તી ધર્મ આખા સામ્રાજ્યને રાજધર્મ બન્યા. ખ્રિસ્તી ધર્મની પરિસ્થિતિમાં આ એકાએક થયેલે પલટે વિચિત્ર પ્રકારની ઘટના ગણાઈ હશે. કેમકે દમનના ભોગ બનેલા ધર્મને બદલે તેણે હવે સામ્રાજ્યધર્મનું સ્થાન પ્રાપ્ત કર્યું. પરંતુ થોડા વખત સુધી તે આ ફેરફારથી તેને બહુ ફાયદો ન થયો. ખ્રિસ્તી ધર્મના જુદાજુદા પંથે વચ્ચે પરસ્પર
૧. ૧૯૩૯ ની સાલમાં કમાલ પાશાનું અવસાન થયું.