Book Title: Jagatna Itihasnu Rekha Darshan Part 01
Author(s): Jawaharlal Nehru, Manibhai B Desai
Publisher: Navjivan Prakashan Mandir
View full book text
________________
१०२
જગતના ઇતિહાસનું રેખાદર્શન કંડા મુલકમાં કપડાં જેવી કેટલીક ચીજો માનવીને આવશ્યક હોવાથી આ જરૂરી ચીજો જેમના કાબૂમાં આવી જતી તે લેકેએ માણસજાત ઉપર પિતાને દેર ચલાવ્યો છે. રાજ્યકર્તાઓ અને હકૂમત ચલાવનારાઓના હાથમાં સત્તા આવી પડતી હતી કેમકે જીવનની કેટલીક આવશ્યક વસ્તુઓ ઉપર તેમને કાબૂ થતો. આ કાબૂને કારણે તેઓ લોકોને ભૂખે મારીને પણ જેર કરી શકતા. અને એથી કરીને એક બાજુએ મૂઠીભર લેકે આખા જનસમુદાયને ચૂસી રહ્યા હોય તથા ગણ્યાગાંડ્યા માણસે કશુંયે કામ કર્યા વિના ધન કમાતા હોય અને બીજી બાજુએ અસંખ્ય માણસે તનતોડ પરિશ્રમ કરવા છતાંયે નજીવી કમાણી કરતા હોય એવું વિચિત્ર દૃષ્ય આપણી નજરે પડે છે. તે શિકાર કરીને એકાકી જીવનાર જંગલી મનુષ્ય ધીમે ધીમે કુટુંબ બાંધીને રહેતાં શીખે છે અને કુટુંબનાં બધાં માણસ આખા કુટુંબના ગુજરાન માટે હળીમળીને કામ કરે છે. પછી સહાયવૃત્તિથી આવાં ઘણાં કુટુંબ એકઠાં થઈને ગામ વસે છે, અને જુદા જુદા ગામના મજૂરે, વેપારીઓ અને કારીગરે એકઠા મળીને પોતપોતાના સંઘ અથવા મંડળો બાંધે છે. આ રીતે ધીમે ધીમે સમાજના ઘટકો વિકાસ થતે આપણે જોઈએ છીએ. આરંભમાં તે જંગલી મનુષ્ય એકાકી જ રહેતો હતો. એ વખતે કોઈ પણ પ્રકારના સમાજની હસ્તી નહોતી. પછીથી કુટુંબ એ જરા મોટે ઘટક બને અને તે પછી ગામ અને ગામે સમૂહ અસ્તિત્વમાં આવ્યાં. આમ આ સમાજના ઘટકનો ઉત્તરોત્તર વિકાસ શા કારણે થતે ગયે ? જીવન ટકાવવા માટેના સંગ્રામ વિકાસ અને સહકાર સાધવાની માનવીને ફરજ પાડી. કેમકે, સામાન્ય શત્રુ સામે એકલે હાથે બચાવ કે તેના ઉપર હુમલે કરવા કરતાં આપસમાં સહકાર સાધીને કરેલે બચાવ અથવા હુમલે વધારે અસરકારક નીવડે છે. ઉદ્યોગ કરવામાં તે સહકાર એથીયે વિશેષ લાભદાયી હતા. એકલે હાથે કામ કરવા કરતાં બધાએ એકત્ર થઈને હળીમળીને કામ કરવાથી કે ખેરાક તેમજ બીજી જરૂરની ચીજો ઘણું મોટા પ્રમાણમાં પેદા કરી શક્યા. આ ઉદ્યમના સહકારને પરિણામે આર્થિક ઘટકનો પણ વિકાસ થવા માંડ્યો – જંગલી મનુષ્ય એકાકી શિકાર કરીને નિર્વાહ કરતે તેને ઠેકાણે જીવનનિર્વાહ માટે સમૂહમાં કાર્ય થવા માંડ્યું. સંભવ છે કે, આજીવિકા મેળવવાના