Book Title: Jagatna Itihasnu Rekha Darshan Part 01
Author(s): Jawaharlal Nehru, Manibhai B Desai
Publisher: Navjivan Prakashan Mandir
View full book text
________________
મનુષ્યને જીવનસંગ્રામ
૧૦૧ નથી. જે હજાર માઈલનું અંતર અને સ્થળ દીવાલે આપણને વિખૂટા પાડતાં ન હોય તે આપણે સાથે બેસીને વાત કરીએ અને તે વાતેમાંથી જે આનંદ મળે તે અનુભવીએ એવી આ પત્ર વિષેની મારી કલ્પના છે.
જેમની કારકિર્દીથી ઇતિહાસનાં પુસ્તકોનાં પાનાંઓ ભરાય છે તે વિખ્યાત પુરુષો વિષે તને લખ્યા વિના તે કેમ ચાલે? એમ ને એમ પણ તેમનાં જીવન બાધક અને રસદાયક હોય છે અને તે થઈ ગયા તે જમાને કે હશે તે સમજવામાં પણ તેઓ આપણને સહાય કરે છે. પરંતુ ઇતિહાસ કંઈ મહાન પુરુષનાં જ કાર્યોને, રાજાઓને, સમ્રાટોને, અને એવા બીજા માણસની કારકિર્દીને જ કેવળ હેવાલ નથી. જો એમ હોય તે તે હવે ઇતિહાસનું કામ જ પતી ગયું ગણાય; કેમકે, રાજાઓ અને સમ્રાટ આજે તે દુનિયાના રંગમંચ ઉપર કૂકડાની જેમ દમામથી ફરતા લગભગ બંધ થઈ ગયા છે. જે સ્ત્રી કે પુરુષ ખરેખર મહાન હોય તેમને પિતાનો પ્રભાવ પાડવા માટે રાજ્યસન, મુગટ કે જરઝવેરાતના શણગારની જરૂર નથી પડતી. જેમનામાં રાજારજવાડાં હેવા સિવાય બીજી કશી લાયકાત હોતી નથી તેમને જ પિતાનું અંદરનું પિોકળપણું ઢાંકવાને જરઝવેરાતથી લદાવાની અને ચિત્રવિચિત્ર પહેરવેશનો ઠાઠ કરવાની જરૂર પડે છે. પરંતુ કમનસીબે ઘણું લેકો બહારના ભભકાથી અંજાઈને છેતરાય છે અને જેનામાં રાજા એ ઉપાધિ સિવાય બીજું કશું જ નથી એવા મુગટધારી માણસને રાજા કહેવાની ભૂલ કરે છે.
અહીં તહીંની થોડીઘણી વ્યક્તિઓ વિષેની માહિતી એ સાચા ઇતિહાસનો વિષય નથી. એને વિષય તે છે સમગ્ર જનતા – જે સાચું રાષ્ટ્ર અથવા દેશ છે, જે પરિશ્રમ કરે છે અને પિતાની મજૂરીથી જીવનને માટે જરૂરી તથા મોજશોખની ચીજો પેદા કરે છે અને અગણિત રીતે નિરંતર પરસ્પર અસર પાડીને એકમેકને ઘડે છે. મનુષ્યને આ જાતનો ઈતિહાસ સાચે જ એક અદ્ભુત કથા થઈ પડે. કુદરત અને મહાભૂત સામે, હિંસ્ત્ર પશુઓ અને અરણ્યો સામે ચાલતા માનવના સંગ્રામની અને આખરે સ્વાર્થ ખાતર તેને દબાવી રાખનાર અને ચૂસનાર કેટલાક પિતાની જાતના જ માનવો સામેના સાથી વધારે કઠિન સંગ્રામની એ કથા બને. આમ ઈતિહાસ એ મનુષ્યના જીવનસંગ્રામની કથા છે. અને જીવન ટકાવવા માટે ખોરાક, ઘર અને