Book Title: Jagatna Itihasnu Rekha Darshan Part 01
Author(s): Jawaharlal Nehru, Manibhai B Desai
Publisher: Navjivan Prakashan Mandir
View full book text
________________
રેમનું સામ્રાજ્ય
૬૫૫ બજાર બની ગયો. ત્યાં આગળ કઈ કઈ વખત દશ હજાર જેટલા ગુલામ એકે દિવસે વેચવામાં આવતા. રેમને એક લેકપ્રિય સમ્રાટ વિશાળ કલોઝિયમમાં એક વખતે ૧૨૦૦ જેટલા ગુલામને કુસ્તી કરવા ઉતારતે. સમ્રાટ અને તેની પ્રજાનું મન રંજન કરવાને અર્થે આ હતભાગી ગુલામેને મરણશરણ થવું પડતું હતું.
સામ્રાજ્યના દિવસોમાં રેમની સંસ્કૃતિ આવા પ્રકારની હતી. છતાંયે આપણે મિત્ર ગિબન લખે છે કે, “જ્યારે માણસજાત સાથી વધારે સુખી અને આબાદ હતી એવો યુગ જગતના ઈતિહાસમાં કર્યો ? એ નકકી કરવાનું કઈ માણસને કહેવામાં આવે તે વિના સંકોચે તે
મિટિયનના મરણથી કોમેડસના રાજ્યાભિષેક સુધીના યુગનું નામ દેશે. એટલે કે ઈ. સ. ૯૬થી ઈ.સ. ૧૮૦ સુધીને ૮૪ વરસને કાળ. ગિબન ગમે એટલે વિદ્વાન કેમ ન હોય પણ મને લાગે છે કે ઘણુંખરા માણસો તેના આ કથન સાથે સંમત નહિ થાય. જ્યારે એ માણસજાતની વાત કરે છે ત્યારે એના ખ્યાલમાં મુખ્યત્વે કરીને ભુમધ્યસમુદ્ર ઉપરના મુલકામાં વસતી પ્રજાઓ હોય છે. કેમકે હિંદુસ્તાન, ચીન અથવા મીસર વિષે તેને કશી માહિતી નહતી અને હેય તે પણ બહુ અલ્પ પ્રમાણમાં હશે.
પણ સંભવ છે કે હું પ્રેમ પ્રત્યે જરા વધારે પડતે કડક થયો હોઉં. રોમના તાબાના મુલકોમાં અમુક પ્રમાણમાં શાંતિ અને વ્યવસ્થા પ્રવર્તતી હતી એ ફેરફાર લેકેને સુખદ લાગ્યું હશે. રાજ્યની સરહદે ઉપર વારંવાર યુદ્ધો થયા કરતાં પરંતુ રોમન સામ્રાજ્યની અંદર તે,–કંઈ નહિ તે આરંભકાળમાં – “પૈકસ રોમાના” એટલે કે રેમન શાંતિ પ્રવર્તતી હતી. ત્યાં આગળ અમુક પ્રમાણમાં સલામતી પણ હતી અને તેથી કરીને ત્યાં આગળ વેપારરોજગાર વધવા પામે. રોમના અમલ નીચેના બધા મુલકમાં ત્યાંના પ્રજાજનોને રોમના નાગરિકનો હક આપવામાં આવ્યો હતો. પણ બિચારા ગુલામ લેકોને એની સાથે કશો સંબંધ નહોતે એ વાત ધ્યાનમાં રાખજે. વળી એ પણ લક્ષમાં રાખજે કે સમ્રાટ સર્વસત્તાધીશ હતા અને નાગરિકોને બહુ જૂજ હકે હતા. કોઈ પણ પ્રકારની રાજકીય ચર્ચા સમ્રાટની સામે બંડ ઉઠાવવા સમાન ગણાતી હતી. ઉપલા વર્ગના લેકે માટે સમાન ધેરણની રાજ્યવ્યવસ્થા અને એક કાયદો હતો. આગળના વખતમાં એથીયે ખરાબ પ્રકારના આપખુદ અમલ નીચે જેમણે સહન કર્યું હશે તેવા લોકોને આ રાજ્યવ્યવસ્થા ઘણી જ સારી લાગી હશે.