Book Title: Jagatna Itihasnu Rekha Darshan Part 01
Author(s): Jawaharlal Nehru, Manibhai B Desai
Publisher: Navjivan Prakashan Mandir
View full book text
________________
અશેકના સમયની દુનિયા હતા એમ માની લેવાને આપણે સૌ ટેવાયેલાં હોવાથી મેં આ વાતને ઉલ્લેખ કર્યો છે. ઘણા લાંબા સમય સુધી યુરેપના લેકે માનતા કે પ્રાચીન ઇતિહાસ એટલે ગ્રીસ, રેમ અને યહૂદી લેકને ઇતિહાસ. એમની એ જૂની માન્યતા પ્રમાણે બાકીની દુનિયા તે તે કાળમાં વેરાન અને જંગલી હતી. પછીથી તેમના જ વિદ્વાને અને પુરાતત્ત્વવેત્તાઓએ ચીન, હિંદુસ્તાન અને બીજા દેશો વિષે માહિતી આપી ત્યારે તેમનું જ્ઞાન કેટલું બધું મર્યાદિત હતું તેની તેમને સમજ પડી. આથી આપણે હમેશાં સાવધાન રહેવું જોઈએ અને એમ ન માની બેસવું જોઈએ કે આપણે દુનિયામાં જે કંઈ બની ગયું છે તે બધાને આપણું મર્યાદિત જ્ઞાનમાં સમાવેશ થઈ ગયો છે.
જોકે, અત્યારે તે આપણે એટલું કહી શકીએ છીએ કે અશોકના સમયમાં, એટલે કે ઈશુ પહેલાંની ત્રીજી સદીમાં મુખ્યત્વે ભૂમધ્ય સમુદ્રના કાંઠા ઉપર આવેલા યુરોપ અને આફ્રિકાના દેશે, પશ્ચિમ એશિયા, હિંદ અને ચીનને પ્રાચીન કાળની સુધરેલી દુનિયામાં સમાવેશ થતું હતું. સંભવતઃ પશ્ચિમના દેશે અને પશ્ચિમ એશિયા સાથે ચીનને સીધો સંપર્ક નહતો અને ચીન અથવા કેથેની બાબતમાં પશ્ચિમના લોકોમાં ચિત્રવિચિત્ર ખ્યાલ પ્રવર્તતા હતા. હિંદુસ્તાન પશ્ચિમ અને ચીન સાથે સંબંધ જોડનાર કડી સમાન હોય એમ લાગે છે.
આપણે એ જોઈ ગયાં કે સિકંદરના મરણ પછી તેનું સામ્રાજ્ય તેના સેનાપતિઓએ વહેંચી લીધું. એના મુખ્ય ત્રણ ભાગ પડ્યા : (૧) પશ્ચિમ એશિયા, ઈરાન અને મેસેપેટેમિયા સેલ્યુસની, (૨) મિસર ટોલેમીની અને (૩) મેસેડોન એન્ટિગનિસની હકુમત નીચે હતું. પહેલાં બે રાજ્ય લાંબા કાળ ટક્યાં. તને યાદ હશે કે સેલ્યુકસ હિંદુસ્તાનને પડોશી હતા અને હિંદને મુલક પોતાના રાજ્યમાં ઉમેરવાને તેને લભ થઈ આવ્યો હતો. પરંતુ ચંદ્રગુપ્ત તેને માથાને મળ્યો. તેણે તેને ખાલી હાથે પાછો હાંકી કાઢ્યો એટલું જ નહિ, પણ જેને આજે આપણે અફઘાનિસ્તાન કહીએ છીએ તેને થોડે ભાગ પણ તેની પાસેથી તેણે છીનવી લીધો.
એ બે રાજ્યોને મુકાબલે મેસેડેન કમનસીબ ગણાય. ગેલ અને બીજી જાતિઓએ ઉત્તરથી તેના ઉપર વારંવાર હુમલા કર્યા. આ રાજ્યને એક જ ભાગ છેવટ સુધી ગેલ લેકને સામને કરી પોતાનું સ્વાતંત્ર્ય ટકાવી શક્યો. એ ભાગ જ્યાં આજે તુર્કસ્તાન છે ત્યાં