Book Title: Jagatna Itihasnu Rekha Darshan Part 01
Author(s): Jawaharlal Nehru, Manibhai B Desai
Publisher: Navjivan Prakashan Mandir
View full book text
________________
ચિન અને હન વંશે
૩ એપ્રિલ, ૧૯૩૨ ચીનના પ્રાચીન કાળ વિષે, હે આંગણે નદીના કાંઠા ઉપરની વસાહતે વિષે, તથા હસિયા, શાંગ કે ચીન અને ચાઉ વગેરે તેના પુરાણ રાજવંશે વિષે મેં તને ગયે વરસે નેની જેલમાંથી લખેલા છેવટના પત્રમાં લખ્યું હતું. વળી ધીરે ધીરે ચીનના રાજ્યને કેવી રીતે ઉદય અને વિકાસ થયે તથા એ લાંબા કાળ દરમ્યાન ત્યાં એક મધ્યસ્થ રાજ્યતંત્ર કેવી રીતે અસ્તિત્વમાં આવ્યું તે વિષે પણ મેં તને લખ્યું હતું. એ પછી ત્યાં એક એવો લાંબો યુગ આવ્યું કે
જ્યારે ચીનમાં ચાઉવંશની નામની સત્તા હતી ખરી પણ રાજ્યતંત્રની કેન્દ્રીકરણની પ્રગતિ અટકી પડી અને સર્વત્ર અવ્યવસ્થા વ્યાપી રહી. દરેક પ્રદેશના સ્થાનિક નાના નાના રાજાઓ લગભગ સ્વતંત્ર થઈ ગયા અને આપસમાં એકબીજા સાથે લડવા લાગ્યા. આ કમનસીબ હાલત - ત્યાં સેંકડો વરસ સુધી ચાલી. એમ જણાય છે કે ચીનમાં જે કંઈ વસ્તુ થાય છે તે સેંકડો વરસ સુધી અથવા કહો કે એક હજાર વરસ સુધી ચાલુ રહે છે! એ પછી ચિન નામના પ્રદેશના એક સ્થાનિક રાજાએ કમજોર અને નાદાર થઈ ગયેલા પ્રાચીન ચાઉ રાજવંશને હાંકી કાઢ્યો. એના વંશજો ચિન વંશના કહેવાય છે અને એ એક રમૂજી ઘટના છે કે આ ચિન શબ્દ ઉપરથી આખા દેશનું નામ ચીન પડ્યું.
આમ ચીનમાં ઈ. પૂ. ૨૫૫ની સાલમાં ચિન વંશે પિતાની કારકિર્દી શરૂ કરી. એ પહેલાં ૧૩ વરસ ઉપર હિંદુસ્તાનમાં અશોક ગાદીએ આવ્યું હતું. આ રીતે આપણે અત્યારે અશોકના સમકાલીન ચીનના રાજાઓ વિષે વાત કરીએ છીએ. ચિન વંશના પહેલા ત્રણ સમ્રાટની હકૂમત બહુ ટૂંકી મુદત ચાલી. એ પછી ઈ. પૂ. ૨૪૬ ની સાલમાં એ વંશને ચોથો સમ્રાટ ગાદીએ આવ્યો. એ સમ્રાટ એક રીતે બહુ જ વિલક્ષણ માણસ હતો. એનું નામ વાંગચંગ હતું. પણ થોડા વખત પછી તેણે “શીહ દ્વાંગ ટી” નામ ધારણ કર્યું. એ નામનો અર્થ “પ્રથમ સમ્રાટ” એવો થાય છે. પિતાને વિષે અને પિતાના