Book Title: Jagatna Itihasnu Rekha Darshan Part 01
Author(s): Jawaharlal Nehru, Manibhai B Desai
Publisher: Navjivan Prakashan Mandir
View full book text
________________
૧૨૮
જગતના ઇતિહાસનું રેખાદર્શન
પોતે કાઈ પણ બાબતમાં આવી ફૅબિયન નીતિ પસંદ કરતો નથી એ મારે કબૂલ કરવું જોઈ એ.
હેનિખાલે ઇટાલીના મોટા ભાગને ઉજ્જડ કરી મૂક્યો પરંતુ રામની ચીવટ અને ખતના અંતે વિજય થયો. ઈ. પૂ. ૨૦૨ ની સાલમાં ઝામાની લડાઈમાં હેનિખાલ હાર્યાં. રામની વેરની તરસે તેને પીછો પકડ્યો અને તે એક જગ્યાથી બીજી જગ્યાએ નાસતા * અને અંતે થાકીને ઝેર ખાઈ ને તેણે આપધાત કર્યાં.
ન
પચાસ વરસ સુધી રામ અને કાથેજ વચ્ચે સુલેહ રહી. કાથે જને સારી પેઠે નમાવવામાં આવ્યું હતું અને રામને પડકાર કરવાની હવે તેનામાં તાકાત નહોતી. પરંતુ એટલાથી રામને સ ંતોષ ન થયો અને તેણે કાથેજના લેાકાને ત્રીજા મ્યુનિક વિગ્રહમાં ધસડા. એ યુદ્ધને પરિણામે કાથેજના લેાકાની ભારે કતલ થઈ અને એ શહેરના સંપૂર્ણ નાશ થયો એટલું જ નહિ, પણ ભૂમધ્ય સમુદ્રની રાણી સમાન લેખાતી કાર્થે જતી ગારવવંતી નગરી જે ભૂમિ પર હતી તે ભૂમિને રામે હળ ચલાવીને ખેડી નાખી.