Book Title: Jagatna Itihasnu Rekha Darshan Part 01
Author(s): Jawaharlal Nehru, Manibhai B Desai
Publisher: Navjivan Prakashan Mandir
View full book text
________________
૨૮ રોમનું પ્રજાતંત્ર સામ્રાજ્ય બને છે
૯ એપ્રિલ, ૧૯૩૨ કાર્બેજની છેલ્લી હાર અને તેના વિનાશ પછી પશ્ચિમની દુનિયામાં રેમનો કોઈ હરીફ રહ્યો નહિ અને તે સર્વોપરી બન્યું. ઇટાલીનાં ગ્રીક રાજ્ય તે તેણે ક્યારનોયે જીતી લીધાં હતાં; હવે તેને કાયેંજના તાબાને મુલક મળ્યો. આમ બીજા યુનિક વિગ્રહ પછી તેને સ્પેન મળ્યું. પણ હજી માત્ર ભૂમધ્ય સમુદ્રની આસપાસના દેશો જ તેના તાબામાં હતા. આખો ઉત્તર અને મધ્ય યુરોપ રોમથી સ્વતંત્ર હતા.
મુલકે જીતવાનું અને લડાઈમાં મળેલા વિજયનું પરિણામ એ આવ્યું કે રોમમાં ધનદેલત અને વૈભવવિલાસ વધ્યાં. છતાયેલા મુલકમાંથી સોનું અને ગુલામોને ત્યાં ધોધ વહેવા લાગ્યું. પણ એ બધી વસ્તુઓ કોને મળતી હતી ? મેં તને કહ્યું છે કે સેનેટ રોમને રાજ્યવહીવટ ચલાવતી; અને તે ધનિક અમીર કુટુંબના લેકની બનેલી હતી. રેમના લેકતંત્રનું અને તેના જીવન વ્યવહારનું આ ધનિક વર્ગના લેકે નિયમન કરતા. અને જેમ જેમ રેમની સત્તા અને પ્રદેશ વધતાં ગયાં તેમ તેમ એ વર્ગની સંપત્તિ પણ વધતી ગઈ એટલે તવંગર લેકે વધુ ને વધુ તવંગર બનતા ગયા, પણ ગરીબ લેકે ” તે ગરીબ જ રહ્યા અથવા તે હતા તેથી પણ વધારે ગરીબ બન્યા. ગુલામની વસતી વધી ગઈ અને વૈભવ તથા કંગાલિયત સાથસાથ વધવા લાગ્યાં. અતુલ વૈભવ અને બૂરી કંગાલિયત ભેગાં થાય છે ત્યારે કંઈક બખેડે થવાનો જ. માણસ જે હદ સુધી સહન કરી લે છે તે જોઈને સાચે જ અચરજ થાય છે. પરંતુ માણસની સહનશીલતાને પણ મર્યાદા હોય છે અને એ મર્યાદા તૂટે છે ત્યારે ભારે ઉત્પાત ફાટી નીકળવાના જ.
ધનવાન લેકે રમતગમત, હરીફાઈ અને સરકસની સાઠમારીથી ગરીબ લોકોને ફેલાવવાનો પ્રયત્ન કરતા હતા. આ સરકસની સાઠમારીમાં કેવળ પ્રેક્ષકેનાં મન રંજન કરવાને ખાતર ગ્લેડિયેટરોને