Book Title: Jagatna Itihasnu Rekha Darshan Part 01
Author(s): Jawaharlal Nehru, Manibhai B Desai
Publisher: Navjivan Prakashan Mandir
View full book text
________________
૨૯
દક્ષિણ હિંદનું પ્રભુત્વ
૧ એપ્રિલ, ૧૯૩૨ છેક પૂર્વમાં આવેલા ચીન અને પશ્ચિમે આવેલા રેમનો પ્રવાસ કર્યા પછી આપણે ફરી પાછાં હિંદમાં આવીએ છીએ.
અશોકના મરણ પછી મોર્ય સામ્રાજ્ય લાંબા કાળ ન ટક્યું. ડાં જ વરસોમાં તે ક્ષીણ થઈ ગયું. ઉત્તરના પ્રાંતિ એ સામ્રાજ્યમાંથી છૂટા પડી ગયા અને દક્ષિણમાં આંધ્રમાં એક નવી સત્તાને ઉદય થયે. એ આથમતા સામ્રાજ્ય ઉપર લગભગ પચાસ વરસ સુધી અશોકના વંશજોનું શાસન ચાલુ રહ્યું. છેવટે, પુષ્યમિત્ર નામના તેમના બ્રાહ્મણ સેનાપતિએ તેમને ગાદી પરથી હાંકી કાઢયા, અને તે પોતે સમ્રાટ થયો. એમ કહેવાય છે કે એના સમયમાં બ્રાહ્મણધર્મની પુનઃ સ્થાપના થઈ. કંઈક અંશે બદ્ધ ભિક્ષુઓ ઉપર જુલમ પણુ ગુજારવામાં આવ્યો. પરંતુ તે હિંદુસ્તાનને ઇતિહાસ વાંચશે ત્યારે તને સમજાશે કે બ્રાહ્મણધર્મનું બદ્ધધર્મ ઉપરનું આક્રમણ બહુ સુક્ષ્મ પ્રકારનું હતું. એને માટે તેણે દમનને કગે અને અવિચારી માર્ગ ન લીધે. કંઈક દમન થયું હતું એ વાત સાચી, પરંતુ તે ધાર્મિક નહિ પણ ઘણું કરીને રાજકીય દમન હતું. મોટા મોટા બોદ્ધ સંઘે બળવાન સંસ્થાઓ હતી અને તેની રાજકીય લાગવગથી ઘણા રાજકર્તાઓ ડરતા હતા. એથી કરીને એમને કમજોર બનાવવાને તેમણે પ્રયત્નો આદર્યા. છેવટે બદ્ધધર્મને પિતાના ઉગમસ્થાનમાંથી હાંકી કાઢવામાં બ્રાહ્મણધર્મ સફળ થયું. તેણે બૈદ્ધધર્મની કેટલીક બાબતે ગ્રહણ કરી અને પિતાની અંદર તેને સમાવેશ કર્યો તથા પિતાના વાસમાં પણ તેને સ્થાન આપવાની કોશિશ કરી.
આ નવો બ્રાહ્મણધર્મ એ માત્ર જૂની પરિસ્થિતિની પુનઃ સ્થાપના નહોતી તેમજ શ્રદ્ધધર્મ જે કંઈ સાધવા મથ્યો હતે તેને એ સદંતર નિષેધ પણ નહોતું. બ્રાહ્મણધર્મના પુરાણા આગેવાન બહુ દીર્ધ દર્શી પુરષા હતા અને પ્રાચીન કાળથી તેઓ યોગ્ય વસ્તુ ગ્રહણ કરતા અને પચાવતા આવ્યા છે. જ્યારે આર્ય લેકે પ્રથમ હિંદુસ્તાનમાં આવ્યા ત્યારે દ્રવિડ સંસ્કૃતિ અને આચારવિચારમાંથી