Book Title: Jagatna Itihasnu Rekha Darshan Part 01
Author(s): Jawaharlal Nehru, Manibhai B Desai
Publisher: Navjivan Prakashan Mandir
View full book text
________________
૧૫ર જગતના ઇતિહાસનું રેખાદર્શન આધિપત્ય નીચે છે એમ પશ્ચિમના લેકે માનતા. તેમની આ માન્યતા બેશક ખોટી હતી અને તે ઈતિહાસ તથા ભૂગોળનું તેમનું અજ્ઞાન બતાવતી હતી. રેમનું સામ્રાજ્ય મોટે ભાગે ભૂમધ્ય સમુદ્રની આસપાસના મુલકનું સામ્રાજ્ય હતું અને પૂર્વ તરફ મેસોપોટેમિયાથી આગળ એની હદ કદી ગઈ નહોતી. હિંદુસ્તાન અને ચીનમાં વખતોવખત એના કરતાં વધારે વિસ્તૃત, વધારે બળવાન અને વધારે સંસ્કારી સામ્રાજ્ય થઈ ગયાં હતાં. છતાયે પશ્ચિમની દુનિયાના લેકેને લાગતુંવળગતું હતું ત્યાં સુધી રેમનું સામ્રાજ્ય તેમને માટે એકમાત્ર સામ્રાજ્ય હતું. અને એ રીતે પ્રાચીન કાળના પશ્ચિમના લેકેની દૃષ્ટિએ તે એક પ્રકારનું જગત સામ્રાજ્ય હતું. તે સમયે તેની પ્રતિષ્ઠા પણ બહુ ભારે હતી.
રેમની બાબતમાં સૌથી વધારે આશ્ચર્યકારક વસ્તુ તે તેણે ઊભી કરેલી જગવ્યાપી સાર્વભામત્વની, જગદ્યાપી આધિપત્યની કલ્પના છે. રેમની પડતી દશામાં પણ એ કલ્પનાએ તેનું રક્ષણ કર્યું અને તેને બળ આપ્યું. અને રોમથી સદંતર વિખૂટી પડી ગયા છતાં પણ તે કલ્પના સતતપણે ટકી રહી. તે એટલે સુધી કે ખુદ રોમનું સામ્રાજ્ય નામશેષ થયું અને પ્રેત સમાન બની ગયું છતાંયે એ કલ્પના કાયમ રહી.
રોમ અને એક પછી એક આવતા તેના સમ્રાટ વિષે લખવું મને જરા મુશ્કેલ લાગે છે. એમાંથી તને શું કહેવું એ પસંદ કરવાનું કામ સહેલું નથી. મોટે ભાગે જેલમાં વાંચેલાં એ વિષેનાં જૂનાં પુસ્તક માંથી ગમે તેમ એકઠાં કરેલાં ચિત્રો મારા મગજમાં ભેળસેળ થઈ ગયાં છે. જેલમાં ન આવ્યું તે ખરેખર, રેમના ઈતિહાસનું એક પ્રખ્યાત પુસ્તક તે મેં ન જ વાંચ્યું હોત. એ પુસ્તક એવડું મોટું છે કે બીજા વ્યવસાયમાં પડ્યા હોઈએ ત્યારે એને અથથી ઇતિ સુધી વાંચવા માટે વખત મેળવો મુશ્કેલ છે. એ પુસ્તકનું નામ “રેમના સામ્રાજ્યની પડતી અને નાશ” (ડિક્લાઈન એન્ડ ફોલ ઓફ ધ રોમન એમ્પાયર) છે, અને ગિબન નામના એક અંગ્રેજ લેખકે તે લખ્યું છે. ઘણા વખત ઉપર – લગભગ દેઢ વરસ ઉપર – “લેક લેમન” નામના સરોવરને કાંઠે સ્વિટ્ઝરલૅન્ડમાં એ લખાયું હતું. પરંતુ આજે પણ એનું વાચન આપણા ચિત્તને હરી લે છે. કંઈક આડંબરવાળી પણ કર્ણમધુર વાણીમાં લખાયેલી એ કથા મને કઈ નવલકથા કરતાં પણ વધારે આકર્ષક લાગી. લગભગ દશ વરસ ઉપર લકને જેલમાં મેં એ પુસ્તક વાંચ્યું હતું. અને એક માસથીયે કંઈક વધારે વખત સુધી