Book Title: Jagatna Itihasnu Rekha Darshan Part 01
Author(s): Jawaharlal Nehru, Manibhai B Desai
Publisher: Navjivan Prakashan Mandir
View full book text
________________
૩૧
ઈશુ અને ખ્રિસ્તીધર્મ
૧૨ એપ્રિલ, ૧૯૩૨
હિંદની વાયવ્ય સરહદ ઉપરનું કુશાન સામ્રાજ્ય અને ચીનને હન વશ આપણને ઇતિહાસના એક મહત્ત્વના સીમાચિહ્નથી આગળ ખેંચી ગયાં છે એટલે હવે પાછા ફરીને આપણે તે સીમાચિહ્ન તરફ જવું જોઈ એ. અત્યાર સુધી આપણે ઈ. પૂ. ના એટલે કે, ઈશુની પૂર્વના કાળની વાત કરતાં હતાં. હવે આપણે ઈસ્વી સનના એટલે કે ઈશુના યુગમાં આવી પહોંચ્યાં છીએ. એ યુગ, એના નામ પ્રમાણે ઈશુના જન્મદિવસથી અથવા કહા કે એના જન્મની માની લેવામાં આવેલી તારીખથી શરૂ થાય છે. કેમકે, ઈશુ એ તારીખથી ચાર વરસ આગળ જન્મ્યા હોય એવા ઘણા સંભવ છે. પણ એ વાત બહુ મહત્ત્વની નથી. ઈશુના જન્મ પછીની તારીખેાની આગળ ઈ. સ. · એટલે કે ઈશુના સન અથવા ઈશુનું વરસ — મૂકવાના રિવાજ છે. એ રીતે અંગ્રેજી ભાષામાં એને બદલે વરસની સંખ્યા આગળ A. D. અક્ષરો
Anno Domini એટલે કે ભગવાન ઈશુના વરસમાં — મુકાય છે. આ પ્રચલિત પ્રથા સ્વીકારવામાં કશી હાનિ નથી પણ એને ઠેકાણે ઈ. ૫. એટલે કે ઈશુ પછી વાપરવું મને વધારે શાસ્ત્રશુદ્ધ લાગે છે; કેમકે ઈશુ પહેલાંનાં વરસોની આગળ આપણે ઈ. પૂ.— એટલે કે ઈશુ પૂર્વે — મૂકતાં હતાં. (ઈ. ૫. તે ઠેકાણે અંગ્રેજીમાં A. C.— After Christ એટલે કે ઈશુ પછી — વપરાય છે.) આથી કરીને હું તા આ પત્રમાં ઈ. પ. ના જ ઉપયોગ કરવા ધારું છું.
=
ઈશુની કથા બાઇબલના નવા કરારમાં (ન્યૂ ટેસ્ટામેન્ટ) આપવામાં આવી છે, અને તેના જીવન વિષે તું ચેડુ જાણે છે પણ ખરી. નવા કરારમાં આપવામાં આવેલી એની કથામાં તેના જુવાનીના કાળ વિષે નહિ જેવી જ માહિતી આપવામાં આવી છે. તે નાઝરેથમાં જન્મ્યા હતા, ગેલિલીમાં તેણે પોતાના ઉપદેશ આપ્યા અને ત્રીસ વરસની ઉંમર પછી તે જેરૂસલેમ આવ્યા. થેાડા જ વખતમાં તેના ઉપર મુકરદમા ચલાવવામાં આવ્યો અને રામના હાકેમ પાંટિયસ પાઈ લેટે તેને
-