Book Title: Jagatna Itihasnu Rekha Darshan Part 01
Author(s): Jawaharlal Nehru, Manibhai B Desai
Publisher: Navjivan Prakashan Mandir
View full book text
________________
૩૦
સરહદ ઉપરનું કુશાન સામ્રાજ્ય
'
૧૧ એપ્રિલ, ૧૯૩૨
મારા આગલા પત્રમાં મેં શક તથા તુર્ક લેાકેાના હિંદુ પર ઉપરાછાપરી થયેલા હુમલાની વાત તને કરી હતી. અરબી સમુદ્રથી બંગાળાના અખાત સુધી વિસ્તરેલા દક્ષિણના બળવાન આંધ્ર રાજ્યના ઉયની પણ મેં તને વાત કરી હતી. શક લકાને કુશાન લેાકાએ આગળ ધકેલ્યા હતા અને થડા સમય પછી એ કુશાનેા પણ હિંદની ભૂમિ ઉપર દેખાયા. ઈસુ પહેલાં સે। વરસ ઉપર તેમણે હિંદના સીમાડા ઉપર એક રાજ્ય સ્થાપ્યું અને વિકસીને તે માટું સામ્રાજ્ય બન્યું. એ કુશાન સામ્રાજ્ય દક્ષિણમાં બનારસથી વિ ંધ્યાચળ સુધી ફેલાયું હતું. ઉત્તરે કાશગર, યારકદ અને ખાતાન સુધી અને પશ્ચિમે ઈરાન અને પાથિયાની સરહદ સુધી તેના વિસ્તાર હતા. આમ યુક્તપ્રાંતા, કાશ્મીર અને પંજાબ સહિત આખાયે ઉત્તર હિંદુસ્તાન અને મધ્ય એશિયાના સારા સરખા મુલક ઉપર કુશાન રાજવીઓની હકૂમત હતી. જે સમયે દક્ષિણમાં આંધ્ર રાજ્યની ચડતી કળા હતી તે અરસામાં એ સામ્રાજ્ય લગભગ ૩૦૦ વરસ સુધી ચાલ્યું. આરંભમાં કુશાન સામ્રાજ્યની રાજધાની કાબુલ હાય એમ લાગે છે પણ પાછળથી તે બદલીને પેશાવર — જે તે સમયે પુરુષપુર નામથી ઓળખાતું — લઈ જવામાં આવી અને છેવટ સુધી ત્યાં જ રહી.
-
કુશાન સામ્રાજ્ય અગેની ઘણી બાબતો રસિક છે. એ ઔદ્ધ સામ્રાજ્ય હતું અને તેને એક પ્રખ્યાત રાજકર્તા ~~ સમ્રાટ કનિષ્ક બધા ભારે ઉપાસક હતા. રાજધાની પેશાવર નજીક તક્ષશિલા નામનું નગર હતું. તે લાંબા કાળથી ઐાદ્ધ સંસ્કૃતિનું કેન્દ્ર હતું. કુશાન લાકા મંગાલ અથવા એને મળતી જાતિના હતા એ મેં તને કહ્યુ એમ મને લાગે છે. કુશાન રાજધાની અને મગાલ લાાના વતન વચ્ચે નિરંતર અવરજવર ચાલ્યા કરતી હશે અને એ રીતે ઐાદ્ધ વિદ્યા અને બૃહ્ન સંસ્કૃતિ ચીન તથા મંગાલિયા પહોંચી હશે. એ જ રીતે પશ્ચિમ
છે
―