Book Title: Jagatna Itihasnu Rekha Darshan Part 01
Author(s): Jawaharlal Nehru, Manibhai B Desai
Publisher: Navjivan Prakashan Mandir
View full book text
________________
દક્ષિણ હિ’દનું પ્રભુત્વ
૧૩૯
પરંતુ માત્ર ધર્માંમાં જ નહિ પણ કળા અને રાજકારણમાં પણ એક હજાર વરસ સુધી આ પરંપરા જાળવી રાખીને દક્ષિણ હિંદે ભારે સેવા બજાવી છે. જે આજે આપણે હિંદી કળાના પ્રાચીન નમૂનાઓ જોવા હોય તો આપણે દક્ષિણ હિંદમાં જવું પડે. રાજકારણની બાબતમાં આપણને ગ્રીસવાસી મેગેસ્થેનીસના હેવાલમાંથી પુરાવા મળે છે કે દક્ષિણની લોકસભા રાજાની સત્તા ઉપર અંકુશ રાખતી હતી.
મગધના પતન પછી માત્ર શક્તિશાળી પુરુષો જ નહિ, પણ્ વિદ્વાન, કળાકારો, શિલ્પીએ અને કારીગરો પણ દક્ષિણમાં જઈ વસ્યા. તે સમયે દક્ષિણ હિંદનો યુરોપ સાથે મોટા પ્રમાણમાં વેપાર ચાલતા હતા. મોતી, હાયીદાંત, સાનું, ચેખા, મરી, માર અને વાંદરા વગેરે ચીજો મેબિલોન, મિસર અને ગ્રીસ, તથા પાછળના કાળમાં રામ પણ ચોકલવામાં આવતી હતી. મલબારી સાગતા એ પહેલાં પણ ખાડિયા અને એમિલાન મોકલવામાં આવતા હતા. અને આ વેપારને મોટા ભાગના માલ હિંદી વહાણામાં ડિ વહાણવટીઓ લઇ જતા હતા. પુરાણી દુનિયામાં દક્ષિણ હિંદનું કેટલું આગળ પડતું સ્થાન હતું એ તને આ ઉપરથી સમજાશે. દક્ષિણમાં મોટી સંખ્યામાં રામન સિક્કા જડી આવ્યા છે; અને મલબારકાર્ડ ઍલેકઝાંડ્રિયાના લોકની વસાહત હતી તથા ઍલેકઝાંડ્રિયામાં હિંદીએની વસાહત હતી એ તા હું તને આગળ ઉપર કહી ગયા છું.
અરોકના મરણ પછી થોડા જ વખતમાં આંત્ર રાજ્ય સ્વતંત્ર ચઈ ગયું. તને કદાચ ખબર હશે કે આંત્ર એ મદ્રાસની ઉત્તરે હિંદને પૂર્વ કિનારે આવેલા મડાસભાને એક પ્રાંત છે. આંધ્ર દેશની ભાષા તેલુગુ છે. અશોકના સમય પછી આંત્રની સત્તા બહુ ઝડપથી વધવા લાગી અને દક્ષિણમાં એક સમુદ્રતટથી બીજા સમુદ્રતટ સુધીના પ્રદેશમાં તેની આણુ વી.
દક્ષિણમાંથી દૂરના પ્રદેશેામાં સંસ્થાને વસાવવાનાં મહાન સાહસે ખેડામાં, પરંતુ એ વિષે આપણે આગળ ઉપર વાત કરીશું.
જેમણે પ્રથમ હિંદ ઉપર ચડાઈ કરી અને પછીથી ઉત્તરમાં વસવાટ કર્યાં તે શંક, સીથિયન અને એવી બીજી તિઓના મેં ઉપર ઉલ્લેખ કર્યો છે. એ લાકા હિંદના અગરૂપ બની ગયા અને આપણે ઉત્તરના લૉકા જેટલા પ્રમાણમાં આર્યાંના વંશજો છીએ તેટલા જ પ્રમાણમાં તેમના પણ વશો છીએ. ખાસ કરીને બહાદુર અને સોહામણા રજપૂતા અને કાઠિયાવાડના ખડતલ લો! તેમના વશો છે.