Book Title: Jagatna Itihasnu Rekha Darshan Part 01
Author(s): Jawaharlal Nehru, Manibhai B Desai
Publisher: Navjivan Prakashan Mandir
View full book text
________________
રેમ વિરુદ્ધ કાજ
૧૨૭ તુચ્છતાની નજરે જોતું હતું, તેને પોતાની દરિયાઈ તાકાત ઉપર ભારે વિશ્વાસ હતો. સો કરતાં પણ વધારે વરસો સુધી આ બે સત્તાઓ વચ્ચે વિગ્રહ ચાલે. વચ્ચે વચ્ચે થોડો વખત સુલેહ પણ થતી હતી. બન્ને રાજ્ય જંગલી જનાવરની પેઠે લડ્યાં અને પરિણામે વિશાળ જનસમુદાય દુઃખ અને આપત્તિમાં આવી પડ્યો. એમની વચ્ચે ત્રણ સંગ્રામો થયા જે યુનિક વિગ્રહના નામથી ઓળખાય છે. પહેલે યુનિક વિગ્રહ ઈ પૂ. ૨૬૪ થી ૨૪૧ સુધી એટલે ૨૩ વરસ ચાલ્યો. એમાં છેવટે રેમની જીત થઈ. ૨૨ વરસ પછી બીજે યુનિક વિગ્રહ શરૂ થયો. એમાં કાર્બેજે હેનિલાલ નામના ઇતિહાસમાં મશહૂર થયેલા સેનાપતિને મોકલ્યો હતો. પંદર વરસ સુધી તેણે મને પરેશાન કર્યું અને રેમના લોકોને ભયભીત કરી મૂક્યા. તેણે ઠેકઠેકાણે રોમના લશ્કરને હરાવ્યું અને ખાસ કરીને ઈ. પૂ. ૨૧૬ની સાલમાં કેની આગળ તેના સૈન્યને ભારે હાર આપી અને તેની કતલ કરી. અને આ બધું તેણે કાથેજ તરફથી કશીયે સહાય મેળવ્યા વિના કર્યું, કેમકે સમુદ્ર ઉપર રોમને કબજો હોવાથી કાર્બેજ સાથે તેને સંપર્ક તૂટી ગયા હતા. પરંતુ પરાજય, આત અને હેનિબાલના સતત ભય છતાં રેમના લેકેએ નમતું આપ્યું નહિ અને પિતાના દુશ્મનની સામે લડ્યા જ કર્યું. હેનિબાલને ખુલ્લા મેદાનમાં સામનો કરવાને તેઓ ડરતા હતા; આથી તેઓ સામસામે થઈ જવાનું ટાળતા અને માત્ર તેને પાછળથી હેરાન કર્યા કરતા તથા કાર્યેજ સાથે તેને સંપર્ક અટકાવતા કે જેથી ત્યાંની મદદ તેને મળી ન શકે. ખાસ કરીને ફેબિયસ નામને રોમન સેનાપતિ આ રીતે લડાઈ ટાળવાનું પસંદ કરે છે. આમ દશ વરસ સુધી તેણે ખુલ્લી લડાઈ ટાળ્યા કરી. તે મહાપુરુષ હતો અને તેથી એનું નામ સ્મરણ કરવા યોગ્ય છે એટલા માટે મેં તેને ઉલ્લેખ કર્યો છે એમ તું ન માનીશ. હું તે એનો ઉલ્લેખ એટલા માટે કરું છું કે એના નામ ઉપરથી અંગ્રેજી ભાષામાં “ફેબિયન” શબ્દ નીકળ્યો છે. પરિસ્થિતિની ચોખવટ કરીને તેને આમ કે તેમ ફેંસલે ન કરે, કટોકટી કે લડાઈને ટાળ્યા કરવી અને ધીમે આસ્તે પિતાનું ધ્યેય સિદ્ધ કરવાની મુરાદ સેવતા રહેવું, આ ફેબિયન નીતિ કહેવાય છે. ઈંગ્લંડમાં ફેબિયન સેસાયટી નામની એક સંસ્થા છે. તે સમાજવાદમાં માને છે, પરંતુ ઉતાવળ કરવાનું કે એકાએક પરિવર્તન કરી નાખવું એવું તે માનતી નથી. હું