Book Title: Jagatna Itihasnu Rekha Darshan Part 01
Author(s): Jawaharlal Nehru, Manibhai B Desai
Publisher: Navjivan Prakashan Mandir
View full book text
________________
૧૨ જગતના ઇતિહાસનું રેખાદર્શન શું ચાલી રહ્યું છે તેની પણ ભાગ્યે જ ખબર પડતી. તે જમાનામાં વર્તમાનપત્ર, ચોપાનિયાઓ કે છાપેલાં પુસ્તકે નહાતાં અને બહુ ઓછા લેકે વાંચી લખી શક્તા. આ રીતે રોમથી દૂર વસતા લેકને આપવામાં આવેલા મત આપવાના હકને તેમને કશો જ ઉપયોગ નહોતું. તેમને મતાધિકાર હતો ખરો, પણ લાંબા અંતરને કારણે તેમને એ અધિકાર નકામે થઈ રહે.
આ ઉપરથી તને સમજાશે કે ચૂંટણી કરવાની અને મહત્વના નિર્ણ કરવાને સારો અધિકાર રેમમાં વસતા મતદારોના હાથમાં હતું. તેઓ ખુલ્લા મેદાનમાં ઊભા કરવામાં આવેલા વાડાઓમાં જઈને પિતાને મત આપતા. આ મતદારોમાં ઘણા તે ગરીબ પ્લેબિયન હતા. મેટો હોદ્દો અથવા સત્તા મેળવવાની ઈચ્છાવાળા ધનિક પૅટ્રીશિયને લાંચ આપીને આ ગરીબ હેબિયનેના મત પિતાને માટે ખરીદતા એટલે કે, કઈ કઈ વખત આજની ચૂંટણીમાં ચાલે છે તેવા જ પ્રપંચે અને લાંચરુશવત રોમની ચૂંટણીમાં પણ ચાલતાં હતાં.
જેમ રેમની સત્તા ઇટાલીમાં વધતી જતી હતી તેમ ઉત્તર આફ્રિકામાં કાર્બેજની સત્તા જામતી જતી હતી. કાર્બેજના લોકે ફિનિશિયન લેકેના વંશજો હતા. કાબેલ વહાણવટીઓ અને વેપારીઓ તરીકે તેમણે નામના મેળવી હતી. તેમનું પણ પ્રજાસત્તાક રાજ્ય હતું, પરંતુ રેમના કરતાં પણ વિશેષ પ્રમાણમાં તે ધનિકનું તંત્ર હતું. એ શહેરી લેકતંત્ર હતું અને તેમાં ગુલામેની બહુ મોટી વસ્તી હતી.
રેમ અને કાર્બેજની વચ્ચે આરંભના દિવસોમાં દક્ષિણ ઈટાલી અને મેસીનામાં કેટલાંક ગ્રીક સંસ્થાને હતાં. પણ રેમ અને કાર્બેજે મળીને ગ્રીક લેકેને ત્યાંથી હાંકી કાઢ્યા. એમાં સફળ થયા પછી કર્થે સિસિલીને ટાપુ લીધે અને રોમ ઈટાલીની છેક દક્ષિણની અણી સુધી પહોંચી ગયું. પણ રેમ અને કાર્બેજની સંધિ અને મૈત્રી લાંબે કાળ ન ટકી. થોડા જ વખતમાં તેમની વચ્ચે લડાઈટંટ થવા લાગ્યા અને તેમની વચ્ચે તીવ્ર હરીફાઈ જાગી. દરિયાની સાંકડી પટીની સામસામે આવેલાં બે બળવાન રાજ્ય માટે ભૂમધ્ય સમુદ્રનું ક્ષેત્ર પૂરતું નહોતું. બંને મહત્ત્વાકાંક્ષી હતાં. રેમ વધતું જતું હતું અને તેનામાં વૈવનની મહત્ત્વાકાંક્ષા અને આત્મવિશ્વાસ ભર્યા હતાં. કાર્બેજ આરંભમાં આ નવતર ઊભા થયેલા રેમ તરફ કંઈક