Book Title: Jagatna Itihasnu Rekha Darshan Part 01
Author(s): Jawaharlal Nehru, Manibhai B Desai
Publisher: Navjivan Prakashan Mandir
View full book text
________________
૧૩ર
જગતના ઇતિહાસનું રેખાદર્શન હતું. તેની આબરૂ બહુ સારી નથી, પરંતુ પિતાના સેંદર્યને કારણે ઇતિહાસની દિશા બદલી નાખનાર ગણીગાંઠી સ્ત્રીઓમાંની તે એક હતી.
જ્યારે જુલિયસ સીઝર મિસર ગમે ત્યારે તે કુમાર અવસ્થામાં હતી. પછીથી તે માર્ક એન્ટનીની ભારે મિત્ર બની પણ એ મૈત્રીથી ઍન્ટનીનું કશું ભલું ન થયું. છેવટે તેણે ઍન્ટનીને દગો દીધો અને ભારે નોકાયુદ્ધ ચાલી રહ્યું હતું તે સમયે પોતાનાં વહાણે સાથે તે તેને છોડીને ચાલી ગઈ. પાસ્કલ નામના એક પ્રખ્યાત લેખકે ઘણું વખત ઉપર લખ્યું છે કે, “કિલોપેટ્રાનું નાક સહેજ ટૂંકું હોત તે દુનિયાની સૂરત બિલકુલ બદલાઈ ગઈ હોત.” આ કથન કંઈક અતિશયોક્તિ ભર્યું છે. કિલપેટ્રાના નાકને કારણે દુનિયામાં બહુ ભારે ફરક પડ્યો ન હેત. પરંતુ, મિસર ગયા પછી જ સીઝર પિતાને રાજા અથવા સમ્રાટ કે એક પ્રકારનો દેવી શાસક માનવા લાગ્યો હોય એ સંભવિત છે ખરું. મિસરમાં લેકતંત્ર નહોતું પણ રાજાને અમલ હતે. વળી ત્યાં રાજા સર્વોપરી અને સર્વસત્તાધીશ હતો એટલું જ નહિ, પણ તેને લગભગ દેવતુલ્ય માનવામાં આવતું. પ્રાચીન કાળના મિસરના લેકે રાજા વિષે એવો ખ્યાલ હતા. અને સિકંદરના મૃત્યુ પછી મિસરના રાજ્યકર્તા ટોલેમીઓએ પણ ત્યાંના રીતરિવાજ અને આચારવિચાર ગ્રહણ કર્યા હતા. કિલયોપેટ્રા આ ટૉલેમીના કુળની હતી અને એ રીતે તે ગ્રીક અથવા ખરું કહીએ તે મેસેડેનની રાજકુંવરી હતી.
એમાં લિપેટ્રાને હિસે હોય કે ન હોય પણ દેવી શાસકની મિસરની કલ્પના રેમ સુધી પહોંચી અને ત્યાં તેને આશરે મળે. જુલિયસ સીઝરના જીવન દરમ્યાન જ, જ્યારે રેમમાં તંત્ર મેજૂદ હતું ત્યારેયે તેની મૂર્તિઓની સ્થાપના કરવામાં આવી અને તેની પૂજા થવા લાગી હતી. રોમના દરેક સમ્રાટને માટે આ પ્રથા રીતસર કેવી રીતે ચાલુ થઈ ગઈ તે આપણે આગળ ઉપર જોઈશું. - હવે આપણે રેમના ઈતિહાસના એક મહત્ત્વના – લકતંત્રના અંતના–તબક્કો આગળ આવી પહોંચ્યાં છીએ. કવિયન ઈ.સ. પૂર્વે ૨૭ની સાલમાં ઑગસ્ટસ સીઝરનું નામ ધારણ કરીને પ્રિન્સેપ થયે. રેમ અને તેના સમ્રાટની વાત આપણે પછીથી આગળ ચલાવીશું. અત્યારે આપણે લેતંત્રનાં છેવટનાં વરસ દરમ્યાન રોમના તાબાના મુલકની શી સ્થિતિ હતી તે તપાસીએ. - ઈટાલી ઉપર તે રેમની હકૂમત હતી જ, પણ પશ્ચિમમાં સ્પેન