Book Title: Jagatna Itihasnu Rekha Darshan Part 01
Author(s): Jawaharlal Nehru, Manibhai B Desai
Publisher: Navjivan Prakashan Mandir
View full book text
________________
૧૨૦ જગતના ઇતિહાસનું રેખાદર્શન - જૂનાં પુસ્તકોને બાળી મૂકવાનું અને તે વાંચનારાઓને જીવતા દાટી દેવાનું શીહ વાંગ ટી'નું કૃત્ય જંગલી હતું એમાં જરાયે શક નથી. એનું પરિણામ એ આવ્યું કે એનું ઘણુંખરું કાર્ય એની સાથે જ નાબૂદ થયું. એની તે એવી ઉમેદ હતી કે પિતે સૌથી પ્રથમ સમ્રાટ મનાય. એ પછી બીજે સમ્રાટ આવે, પછી ત્રીજો આવે, એમ અનંત કાળ સુધી એને વંશ ચાલ્યા કરે. પણ બન્યું એવું કે ચીનના બધા રાજવંશમાં ચિન વંશને અમલ સાથી ઓછો વખત ટક્યો. મેં આગળ જણુવ્યું છે તેમ ચીનના ઘણા રાજવંશે સેંકડો વરસ સુધી ચાલ્યા અને ચિન વંશની આગળને રાજવંશ તે લગભગ ૮૬૭ વરસ સુધી ટક્યો. પરંતુ ચિન વંશનો ઉદય થયે, તેને વિજય થયે, તેણે બળવાન સામ્રાજ્ય ઉપર રાજ્ય કર્યું તથા તેની પડતી થઈ અને આખરે નાશ થ; એ બધી બીના માત્ર પચાસ વરસમાં બની ગઈ. શીહ વાંગ ટી સમર્થ સમ્રાટોની પરંપરાને આદિ સમ્રાટ થવા ચહા હતા. પરંતુ તેના મૃત્યુ પછી ત્રણ વરસ બાદ ઈ. પૂ. ૨૦૯ ની સાલમાં તેના વંશનો અંત આવ્યો. એના મૃત્યુ પછી તરત જ, સંતાડી રાખવામાં આવેલા કેશિયસના જમાનાના ગ્રંથો ખોદીને બહાર કાઢવામાં આવ્યા અને પહેલાંની પેઠે ફરીથી તેમણે પિતાનું ગૌરવવંતું સ્થાન પ્રાપ્ત કર્યું.
રાજા તરીકે તે શીહ વાંગ ટી ચીનમાં એક અતિશય સમર્થ સમ્રાટ થઈ ગયો. સ્થાનિક નાના નાના રાજાઓના દાવાઓ તેણે રદ કર્યા, સામંતશાહી અથવા “ફડાલીઝમને અંત આણ્ય અને બળવાન મધ્યસ્થ રાજતંત્રની સ્થાપના કરી. આખું ચીન અને અનામ પણ તેણે જીતી લીધું. ચીનની મહાન દીવાલ બાંધવાનો આરંભ પણ એણે જ કર્યો. એ બહુ ખરચાળ કાર્ય હતું. પરંતુ બચાવ માટે મોટું કાયમી સૈન્ય રાખવા કરતાં પરદેશી દુશ્મનો સામે પિતાનું રક્ષણ કરવા માટે આ દીવાલ બાંધવામાં પિસા ખરચવાનું ચીનના લેકેએ પસંદ કર્યું. એ દીવાલ પ્રબળ આક્રમણને તે ખાળી ન શકી. પણ નાના નાના લૂંટફાટના દરેડાએ એનાથી અટક્યા. આ ઉપરથી એમ કહી શકાય કે ચીનના લેકે શાંતિ ચહાતા હતા અને બળવાન હોવા છતાં લશ્કરી ગૌરવ માટે તેમને ચાહના નહોતી.
શીહ વાંગ ટી–પ્રથમ સમ્રાટ-મરણ પામે પછી એના વંશને બીજે કઈ પુરુષ એની જગ્યા લેનાર નીકળે નહિ. પરંતુ