Book Title: Jagatna Itihasnu Rekha Darshan Part 01
Author(s): Jawaharlal Nehru, Manibhai B Desai
Publisher: Navjivan Prakashan Mandir
View full book text
________________
૧૧૬ જગતના ઇતિહાસનું રેખાદર્શન
એશિયા માઈનરમાં હતો અને એનું નામ પરગેમમ હતું. એ નાનકડું ગ્રીક રાજ્ય હતું પણ તે કરતાં વધુ વરસ સુધી તે ગ્રીક સંસ્કૃતિ અને કળાનું કેન્દ્ર બની રહ્યું. ત્યાં સુંદર સુંદર ઇમારત ઊભી થઈ. વળી એક પુસ્તકાલય અને સંગ્રહસ્થાન પણ ત્યાં હતાં. કંઈક અંશે તે સાગર પાર આવેલા ઍલેકઝાંડિયાનું હરીફ હતું.
ઍલેકઝાંડિયા ટેલેમીના મિસરનું પાટનગર હતું. પુરાણી દુનિયાનું એ એક મોટું અને મશહૂર નગર હતું. ઍથેન્સનું ગૌરવ ઘણું ઘટી ગયું હતું અને તેની જગ્યાએ એલેકઝાંડિયા ધીમે ધીમે ગ્રીક સંસ્કૃતિનું કેન્દ્ર બન્યું. એનાં પુસ્તકાલય અને સંગ્રહસ્થાનથી આકર્ષાઈને દૂર દૂરના દેશોમાંથી સંખ્યાબંધ વિદ્યાર્થીઓ ત્યાં આવતા, અને તત્ત્વજ્ઞાન, ગણિત, ધર્મ તથા તે પ્રાચીન સમયની દુનિયાના લેકના મનમાં જે બીજા પ્રશ્નો ઊઠતા તેનું અધ્યયન કરતા. તેં તથા શાળામાં જનાર પ્રત્યેક છોકરા કે છોકરીએ યુક્લિડનું નામ સાંભળ્યું હશે. તે એલેકઝાંડ્રિયાને રહેવાસી અને અશકને સમકાલીન હતો. . ટોલેમી વંશ મૂળ ગ્રીસનો વતની હતા એ તું જાણે છે. પરંતુ મિસરમાં આવ્યા પછી તે વંશના લેકેએ ત્યાંના ઘણું રીતરિવાજો અને આચારવિચારને અપનાવ્યા. મિસરના કેટલાક પ્રાચીન દેવની પણ તેઓ પૂજા કરવા લાગ્યા. પિટર, એપલે અને ગ્રીસનાં બીજાં પ્રાચીન દેવદેવીઓ જે મહાભારતમાં આવતા વૈદિક દેવની જેમ હેમરનાં મહાકાવ્યમાં વારંવાર નજરે પડે છે તે બધા એ સમયે કાં તે વિસારે પડ્યા હતા અથવા તે નામફેરથી બીજે રૂપે ચાલુ રહ્યા. ઈસીસ, ઍસિરીસ અને હરસ વગેરે પ્રાચીન મીસરનાં દેવદેવીઓ અને પ્રાચીન ગ્રીસનાં દેવદેવીઓની ભેળસેળ કરી દેવામાં આવી અને આરાધના માટે નવા દેવને લેકો સમક્ષ રજૂ કરવામાં આવ્યા. પૂજા કરવાને દેવ મળી જાય પછી પોતે કોને નમે છે, જેની પૂજા કરે છે, અને તેમનાં શાં નામે છે, એ બધું જાણવાની કોને થોડી જ પરવા હતી ! આ નવા દેવામાં સિરેપીસ દેવ સૈાથી વધારે પ્રખ્યાત છે.
એલેકઝાંડિયા મોટું વેપારનું મથક પણ હતું. સભ્ય દુનિયાના બીજા દેશોના વેપારી ત્યાં આવતા હતા. એમ પણ કહેવાય છે કે એલેકઝાંયિામાં હિંદી વેપારીઓની એક વસાહત હતી. આપણે એ પણ જાણીએ છીએ કે દક્ષિણ હિંદમાં મલબારકોઠે એલેકઝાંઝિયાના વેપારીઓની પણ એક વસાહત હતી.