Book Title: Jagatna Itihasnu Rekha Darshan Part 01
Author(s): Jawaharlal Nehru, Manibhai B Desai
Publisher: Navjivan Prakashan Mandir
View full book text
________________
ર૫ અશોકના સમયની દુનિયા
૩૧ માર્ચ, ૧૯૩૨ આપણે જોયું કે અશકે દૂર દૂરના દેશમાં ધર્મપ્રચારક અને એલચીઓ મોકલ્યા હતા અને તે દેશો સાથે હિંદને સંસર્ગ અને વેપાર સતત ચાલુ હતું. તે સમયના સંસર્ગ અને વેપારની હું વાત કરું છું ત્યારે તારે એ વસ્તુ ખાસ ધ્યાનમાં રાખવી કે આજના જુદા જુદા દેશોના સંસર્ગ અને વેપાર સાથે તેનું કશું જ સામ્ય નથી. આજે તે માણસ અને માલ આગગાડી, આગબોટ કે એરોપ્લેન દ્વારા સહેલાઈથી એક જગ્યાએથી બીજી જગ્યાએ જઈ શકે છે. પણ એ પ્રાચીન કાળમાં દરેક પ્રવાસ લાંબા અને જોખમભર્યો હતે. તથા માત્ર સાહસિક અને ખડતલ લેક જ પ્રવાસ ખેડતા. આથી કરીને તે દિવસના અને આજના વેપારની સરખામણી થઈ શકે નહિ.
અશોકે જેનો ઉલ્લેખ કર્યો છે તે દૂર દૂરના દેશે ક્યા? તેના સમયમાં દુનિયા કેવી હતી? આપણે ભૂમધ્ય સમુદ્રના દેશ વિષે અને મિસર બાદ કરતાં આફ્રિકા ખંડ વિષે કશું નથી જાણતાં. વળી, ઉત્તર, મધ્ય અને પૂર્વ યુરેપ વિષે તથા ઉત્તર અને મધ્ય એશિયા વિષે પણ આપણે નહિ જેવું જ જાણીએ છીએ. અમેરિકાના ખંડે વિષે પણ આપણે કશુંયે નથી જાણતાં. પણ આજે હવે ઘણા લોકો માનતા થયા છે કે પ્રાચીન કાળથી ત્યાં આગળ સારી પેઠે વિકસેલી સંસ્કૃતિઓ મોજૂદ હતી. એમ કહેવામાં આવે છે કે તે પછી ઘણું સમય બાદ પંદરમી સદીમાં કોલંબસે અમેરિકા “શોધી કાઢ્યો. આપણે જાણીએ છીએ કે દક્ષિણ અમેરિકામાં પેરુ અને તેની આસપાસના દેશમાં એ સમયે ઉચ્ચ કેટિની સંસ્કૃતિ મેજૂદ હતી. આથી, ઈશુ પહેલાં ત્રણ વરસ ઉપર
જ્યારે હિંદમાં અશક રાજ્ય કરતા હતા ત્યારે અમેરિકામાં સભ્ય લેકે વસતા હોય અને સમાજ પણ સુસંગતિ હેય એ તદ્દન સંભવિત છે. પરંતુ એ વિષે આપણને પ્રમાણભૂત હકીકત મળતી નથી અને કેવળ કલ્પના કરવાને ઝાઝો અર્થ નથી. દુનિયાના જે ભાગો વિષે આપણે સાંભળ્યું કે વાંચ્યું હોય તે જ ભાગોમાં સભ્ય લેકે વસતા