Book Title: Jagatna Itihasnu Rekha Darshan Part 01
Author(s): Jawaharlal Nehru, Manibhai B Desai
Publisher: Navjivan Prakashan Mandir
View full book text
________________
૧૧૨
જગતના ઇતિહાસનું રેખાદર્શન વિદ્યાર્થીઓ તેમની સાથે બુદ્ધના ઉપદેશને સંદેશ પિતતાના દેશમાં લઈ જતા. આખા દેશમાં ઠેકઠેકાણે મોટા મોટા ધર્મમઠે અથવા વિહાર ઊભા થયા. દેખીતી રીતે જ પાટલીપુત્ર અથવા પટનાની આસપાસ આવા ઘણું મટૅ થયા, એથી કરીને આખા પ્રાંતનું વિહાર અથવા અત્યારે આપણે કહીએ છીએ તે બિહાર નામ પડ્યું. પરંતુ હમેશ બને છે તેમ, એ મઠે થોડા જ વખતમાં ધર્માચરણ અને વિચારની પ્રેરણું ખોઈ બેઠા અને અમુક પ્રકારના પૂજાપાઠની દિનચર્યા કરનારા ભિક્ષુઓનાં ધામ બની ગયા.
જીવરક્ષા માટેની અશોકની ભાવના પ્રાણીઓ સુધી પહોંચી હતી. તેમને માટે ખાસ ઈસ્પિતાલ બાંધવામાં આવી અને પશુબલિ બંધ કરવામાં આવ્યું. આ બંને બાબતમાં તે આપણા જમાનાથીયે કંઈક આગળ હતું. કમભાગે આજે પણ પશુબલિ આપવાની પ્રથા કંઈક અંશે પ્રચલિત છે અને એને ધર્મનું મહત્વનું અંગ ગણવામાં આવે છે. અને પશુઓની સારવાર કરવાની વ્યવસ્થા તે નહિ જેવી જ છે.
અશોકના ઉદાહરણ અને બોદ્ધ ધર્મના ફેલાવાને કારણે શાકાહાર કપ્રિય થયે. એ પહેલાં હિંદના ક્ષત્રિય અને બ્રાહ્મણે સામાન્ય રીતે માંસાહાર કરતા તથા દારૂ અને બીજાં કેફી પીણું પીતા. માંસાહાર અને મદ્યપાન એ વખતે બહુ ઓછાં થઈ ગયાં.
અશકે આવી રીતે ૩૮ વર્ષ રાજ્ય કર્યું અને જનતાનું ભલું કરવા માટે તેનાથી બની શકે એટલે શાંતિપૂર્વક પ્રયત્ન કર્યો. જાહેર કાર્ય માટે તે હમેશાં તત્પર રહે : “કોઈ પણ સમયે અને કોઈ પણ
સ્થાને – પછી હું ભજન કરતે હોઉં કે રાણીવાસમાં હોઉં, શયન- ગૃહમાં હોઉં કે મંત્રીગૃહમાં હોઉં, ગાડીમાં બેઠે હોઉં કે મહેલના
બગીચામાં બેઠે હોઉં તે સરકારી અમલદારેએ મને પ્રજાના કાર્યથી માહિતગાર રાખવો જોઈએ.” જે કોઈ પણ મુશ્કેલી ઊભી થાય તે તેની તેને તરત જ ખબર આપવી પડતી. કેમકે તે કહે છે કે, “કેઈ પણુ પળે કે સ્થાને મારે સાર્વજનિક હિતનું કાર્ય કરવું જોઈએ.”
ઈ. સ. પૂ. ૨૨૬ ની સાલમાં અશોકનું અવસાન થયું. એના મરણ પહેલાં થોડા વખત ઉપર રાજપાટ છેડીને તે બૌદ્ધ ભિક્ષ થે હતે.
મૈર્ય સમયના આપણને બહુ થોડા અવશેષો મળી આવે છે. જે છેડા મળે છે તે હિંદી સંસ્કૃતિના મળી આવતા અવશેષોમાં