Book Title: Jagatna Itihasnu Rekha Darshan Part 01
Author(s): Jawaharlal Nehru, Manibhai B Desai
Publisher: Navjivan Prakashan Mandir
View full book text
________________
દેવાનાંપ્રિય અશેક’
૧૧૧
જ
ફેલાવવા માટે તેણે ભારે પ્રયાસ કર્યાં. પણ એ માટે તેણે કદીયે બળજબરી ન કરી. તેમનાં હૃદય જીતીને જ તે લેાકાને આધમ માં આણવાને પ્રયત્ન કરતો. ધાર્મિક પુરુષાએ ક્વચિત જ આટલા બધા સમભાવ બતાવ્યો છે. લેાકાને પોતાના ધમ માં લાવવા માટે બળાત્કાર, ધાકધમકી કે છેતરપિંડીનો ઉપયોગ કરતાં તેઓ ભાગ્યે જ અચકાયા છે. આખા ઇતિહાસ ધાર્મિક દમન અને અત્યાચાર તથા ધાર્મિક યુદ્ધોથી ભરેલા છે અને ધર્મ તથા ઈશ્વરને નામે જેટલું લોહી રેડાયું છે તેટલું ખીજા કશા ઉપર રેડાયું નહિ હોય. આથી કરીને, હિંદના એક મહાન સપૂત, ભારે ધર્મિષ્ઠ અને બળવાન સામ્રાજ્યોના ધણી હોવા છતાં, લેાકાને પોતાના મતના કરવા માટે કેવી રીતે વર્યાં એ યાદ કરવાથી આજે પણ આપણું મન આનંદ અનુભવે છે. તરવાર કે ખંજરથી ધર્મ અથવા માન્યતા માણસને ગળે બળજબરીથી ઉતારી શકાય એમ માનવાની કાઈ મૂર્ખાઈ કરે, એ ખરેખર આશ્ચર્યજનક છે.
એથી, દેવાનાંપ્રિય અશાકે — શિલાલેખામાં એને દેવાનામ્ પ્રિય વિશેષણથી વર્ણવવામાં આવ્યા છે પશ્ચિમ એશિયા, આફ્રિકા અને યુરોપનાં રાજ્યામાં પાતાના દૂત અને એલચીએ માકલ્યા. તને યાદ હશે કે લંકામાં તેણે પોતાના ભાઈ મહેન્દ્ર અને બહેન સંમિત્રાને મોકલ્યાં હતાં. એમ કહેવાય છે કે તેઓ ગયાથી પવિત્ર ધિવૃક્ષની એક ડાળ ત્યાં લઈ ગયાં હતાં. અનુરુપુરમાં આપણે એક વિશાળ પીપળાનું ઝાડ જોયું હતું એ તને યાદ છે ? આપણને ત્યાંના લેાકાએ કહ્યું હતું કે પેલી પ્રાચીન ડાળમાંથી થયેલું તે આ જ ઝાડ.
હિંદુસ્તાનમાં બૈદ્ધ ધર્મ ઝપાટાબધ ફેલાયા. અને અશોકને મન કેવળ પૂજાપાઠ કરવામાં અને કેટલાક વિધિએ આચરવામાં નહિ પણ સારાં કાર્ય કરવામાં અને સમાજના ઉદ્ધાર કરવામાં ધર્મ હતા; આથી કરીને આખા દેશમાં ઠેકઠેકાણે સાર્વજનિક બગીચાઓ, ઇસ્પિતાલો, કૂવા અને રસ્તા અસ્તિત્વમાં આવ્યા. સ્ત્રીઓની કેળવણી માટે ખાસ વ્યવસ્થા કરવામાં આવી હતી. એ સમયે ચાર માટી વિદ્યાપીઠો હતી. છેક ઉત્તરમાં પેશાવર નજીક તક્ષિલા અથવા તક્ષશિલા, બીજી અંગ્રેજો જેને ગ્રામ્ય રીતે મુદ્રા ઉચ્ચાર કરે છે તે મથુરા, ત્રીજી મધ્યહિંદમાં ઉજ્જન અને ચેાથી બિહારમાં પટણા પાસે નાલંદા. આ વિદ્યાપીઠોમાં માત્ર હિંદના જ નહિ પણ ચીન અને પશ્ચિમ એશિયાના દેશો જેવા દૂર દૂરના દેશામાંથી પણ વિદ્યાર્થીએ આવતા. આ