Book Title: Jagatna Itihasnu Rekha Darshan Part 01
Author(s): Jawaharlal Nehru, Manibhai B Desai
Publisher: Navjivan Prakashan Mandir
View full book text
________________
“દેવાનપ્રિય અશક'
૧૦૯ હત અને, એમ કહેવાય છે કે, મિસરના લકે પિતાનું કાપડ હિંદની ગળીથી રંગતા. એમ પણ કહેવાય છે કે તેઓ તેમનાં મમીઓને હિંદની મલમલમાં લપેટતા. બિહારમાંથી અવશેષો મળી આવ્યા છે તે ઉપરથી લાગે છે કે મૈર્યકાળ પહેલાં પણ ત્યાં આગળ અમુક પ્રકારનો કાચ બનતે હતો.
તું એ જાણીને રાજી થશે કે ચંદ્રગુપ્તના દરબારમાં આવેલા ગ્રીક એલચી મૅગેસ્થનીએ લખ્યું છે કે હિંદીઓને સુંદર વસ્તુઓ અને મજાનાં વસ્ત્રાભૂષણને ભારે શોખ છે. તેઓ પોતાની ઊંચાઈ વધારવાને ખાતર જેડા પહેરતા એની તેણે ખાસ નોંધ લીધી છે. આ ઉપરથી માલૂમ પડે છે કે ઊંચી એડીના જોડા એ કંઈ આધુનિક જમાનાની જ શધ નથી !
બિંદુસાર પછી ઈ. સ. પૂ. ૨૬૮ ની સાલમાં અશકએ મહાન સામ્રાજ્યની ગાદીએ આવ્યો. આખા ઉત્તર હિંદ તેમજ મધ્ય હિંદને એ સામ્રાજ્યમાં સમાવેશ થતો હતો અને ઠેઠ મધ્ય એશિયા સુધી તે વિસ્તર્યું હતું. દક્ષિણ અને દક્ષિણ-પૂર્વ હિંદના બાકીના પ્રદેશે પિતાના સામ્રાજ્યની હકૂમત નીચે લાવવાના ઉદ્દેશથી, ગાદીએ આવ્યા પછી નવમે વરસે તેણે કલિંગ દેશ ઉપર ચડાઈ કરી. કલિંગ દેશ હિંદના પૂર્વ કિનારા ઉપર મહા નદી, કૃષ્ણ અને ગોદાવરીની વચ્ચે આવેલ હતા. કલિંગવાસીઓ અતિશય બહાદુરીથી લડ્યા પણ છેવટે ભારે ખૂનરેજી પછી તેમને હરાવવામાં આવ્યા. આ યુદ્ધ અને તેમાં થયેલી ખૂનરેજીએ અશોકના મન ઉપર ઊંડી અસર કરી, અને યુદ્ધ તથા તેની કરણીઓ ઉપર તેને તિરસ્કાર છૂટયો. તેણે હવે પછી લડાઈ ન કરવાનો સંકલ્પ કર્યો. છેક દક્ષિણના એક નાનકડા ટુકડા સિવાય લગભગ આખા હિંદુસ્તાન તેની હકૂમત નીચે આવી ગયો હતો. આ ટુકડાને જીતી લેવો એ તેને માટે રમતવાત હતી, પણ તેણે તેમ કર્યું નહિ. એચ. જી. વેલ્સના કહેવા પ્રમાણે, ઈતિહાસમાં અશોક એક જ એ વિજયી લશ્કરી સમ્રાટ છે કે જેણે વિજય પ્રાપ્ત કર્યા પછી યુદ્ધ તજી દીધું.
સદ્ભાગ્યે, અશોકના મનમાં શા વિચારો ઘોળાતા હતા અને તેણે શાં શાં કાર્યો કર્યા તે જાણવા માટે તેના પિતાના જ શબ્દો આપણી પાસે મોજૂદ છે. ખડક અથવા તામ્રપત્રોમાં કોતરાવેલી તેની સંખ્યાબંધ આજ્ઞાઓમાં પોતાની પ્રજાને અને ભાવિ પ્રજાને તેણે આપેલે સદેશ આજે પણ આપણને મળે છે. તું જાણે છે કે