Book Title: Jagatna Itihasnu Rekha Darshan Part 01
Author(s): Jawaharlal Nehru, Manibhai B Desai
Publisher: Navjivan Prakashan Mandir
View full book text
________________
દેવાનાંપ્રિય અશોક
૩૦ માર્ચ, ૧૯૩૨ મને લાગે છે કે રાજા મહારાજાઓને ઉતારી પાડવાને મને જરા વધારે પડતે શેખ છે. પ્રશંસા કે આદર કરી શકાય એવું એમની જાતમાં મને કશું દેખાતું નથી. પરંતુ હવે આપણે એક એવા પુરૂષની વાત કરવાનાં છીએ કે જે રાજા અને સમ્રાટ હોવા છતાંયે મહાન અને પ્રશંસાને પાત્ર હતું. એ પુરુષ તે ચંદ્રગુપ્ત મૌર્યને પત્ર અશોક. એચ. જી. વેલ્સ નામનો અંગ્રેજ લેખક “ઈતિહાસની રૂપરેખા (આઉટલાઈન ઑફ હિસ્ટરી) નામના પિતાના પુસ્તકમાં એને વિષે લખે છે: “હજારે સમ્રાટે, રાજરાજેશ્વર, મહારાજાધિરાજે, સરદાર અને ઠાકોરો વગેરેનાં નામોથી ઈતિહાસનાં પાનાં ખીચોખીચ ભરાયાં છે તેમાં માત્ર એક અશકનું જ નામ તેજસ્વી તારાની જેમ ઝળકી રહ્યું છે. વૅલ્યા નદીના કાંઠાથી છેક જાપાન સુધી આજે પણ એના નામને આદર થાય છે. ચીન, તિબેટ અને હિદે – તેણે તેના ધર્મ સંપ્રદાયને ત્યાગ કર્યો છે છતાં તેની મહત્તાની પરંપરા કાયમ રાખી છે. કેન્સેન્ટાઈન અને શાર્લમેનનાં નામ જેટલા માણસોએ સાંભળ્યા હશે તેનાથી અનેકગણા લેકે ભક્તિભાવથી તેનું સ્મરણ
સાચે જ, આ ભારે પ્રશંસા કહેવાય પરંતુ અશક એ પ્રશંસાને પાત્ર હતો; અને હિંદના ઈતિહાસના આ યુગ વિષે વિચાર કરતાં દરેક હિંદીને વિશેષ આનંદ થાય છે.
ઈશુની પૂર્વે લગભગ ૩૦૦ વરસ ઉપર ચંદ્રગુપ્તનું અવસાન થયું હતું. એની પછી તેને પુત્ર બિંદુસાર ગાદીએ આવ્યું. તેણે પચીસ વરસ સુધી શાંતિથી રાજ્ય કર્યું હોય એમ જણાય છે. તેણે ગ્રીક દુનિયા સાથે સંસર્ગ ચાલુ રાખ્યો અને તેના દરબારમાં મિસરથી ટેલેમીના અને પશ્ચિમ એશિયામાંથી સેલ્યુકસના પુત્ર એન્ટિક્સના એલચીઓ આવતા. બહારની દુનિયા સાથે વેપારવણજ પણ ચાલુ