Book Title: Jagatna Itihasnu Rekha Darshan Part 01
Author(s): Jawaharlal Nehru, Manibhai B Desai
Publisher: Navjivan Prakashan Mandir
View full book text
________________
વિહંગાવલોકન સંપર્ક ચાલુ હતું અને તેમની વચ્ચે વેપાર પણ ચાલતું હતું. પરંતુ સિકંદર પછી તે અનેકગણું વધી ગયો.
જે એ વાત સાચી હોય તે, સિકંદરની ચડાઈનું બીજું એક પરિણામ ગ્રીક લોકો માટે અતિશય ખેદજનક નીવડયું. કેટલાક લેક એમ માને છે કે તેના સૈનિકે મેસેમિયાની ભેજવાળી ભૂમિમાંથી મેલેરિયાનાં મચ્છરે ગ્રીસના પ્રદેશમાં લઈ ગયા, અને એ રીતે મલેરિયાએ ગ્રીક પ્રજાને નબળી અને દૂબળી બનાવી દીધી. ગ્રીક લકોની પડતીનાં કારણેમાં આ પણ એક કારણ આપવામાં આવે છે. પણ આ તે એક માન્યતા જ છે અને એમાં સત્ય કેટલું છે એ કઈ પણ કહી ન શકે.
સિકંદરના અલ્પજીવી સામ્રાજ્યનો અંત આવ્યો, પણ તેને સ્થાને નાનાં નાનાં બીજાં ઘણાં સામ્રાજ્ય અસ્તિત્વમાં આવ્યાં. એમાંનું એક મિસરનું સામ્રાજ્ય હતું અને તેના ઉપર ટૉલેમીની હકૂમત હતી અને બીજું પશ્ચિમ એશિયાનું સેલ્યુકસની હકૂમત નીચે હતું. ટેલેમી અને સેલ્યુકસ બંને સિકંદરના સેનાપતિ હતા. સેલ્યુકસે હિંદમાં પગપેસારો કરવા પ્રયત્ન કર્યો, પણ તેને ખબર પડી ગઈ કે હિંદ જોરથી સામી થપ્પડ મારી શકે છે. ચંદ્રગુપ્ત મૌર્યે આખા ઉત્તર અને મધ્ય હિંદમાં બળવાન રાજ્યની સ્થાપના કરી હતી. ચંદ્રગુપ્ત, તેને બ્રાહ્મણ મંત્રી ચાણક્ય અને તેણે લખેલા “અર્થશાસ્ત્ર” ગ્રંથ વિષે મેં મારા આગળના પત્રમાં તને કંઈક માહિતી આપી છે. સદ્ભાગ્યે આ ગ્રંથ ૨,૨૦૦ વરસ પહેલાંના હિંદને આપણને સરસ ખ્યાલ આપે છે.
પ્રાચીન કાળનું આપણું સિંહાલકન પૂરું થયું અને હવે આપણે આગળ ચાલીશું. બીજા પત્રમાં આપણે માર્ય સામ્રાજ્યની અને અશકની વાત આગળ ચલાવીશું. ચાર માસ ઉપર નની જેલમાંથી ૧૯૩૧ની સાલના જાન્યુઆરીની ૨૫ મી તારીખે મેં આનું તને વચન આપ્યું હતું. મારું એ વચન પાળવું હજી બાકી જ છે.