Book Title: Jagatna Itihasnu Rekha Darshan Part 01
Author(s): Jawaharlal Nehru, Manibhai B Desai
Publisher: Navjivan Prakashan Mandir
View full book text
________________
૨૨
મનુષ્યના જીવનસંગ્રામ
૨૮ માર્ચ, ૧૯૩૨
જ
જગતના ઇતિહાસના તાણાવાણા કરી પાછા પકડીને ભૂતકાળની ઝાંખી આપણે કરવા માંડી છે તે ચાલુ રાખીએ. એના દોરાઓ ગૂંચવાઈ ગયેલા છે અને એને ઉકેલીને બરાબર ગાવવા મુશ્કેલ છે. એટલું જ નહિ, પણ એને સમગ્રપણે ખરાબર ખ્યાલ મેળવવા પણ મુશ્કેલ છે. જગતના તિહાસના અમુક એક ચોક્કસ ભાગમાં જ ઊડે ઊતરી જઈ તે આપણે તેને જ વધારે પડતું મહત્ત્વ આપી બેસીએ એમ બનવાના સંભવ રહે છે. લગભગ બધા જ લોકેા એમ માને છે કે પોતાના જ દેશના ~~ પછી તે ગમે તે દેશ હા ઇતિહાસ તર દેશાના ઇતિહાસ કરતાં વધારે કીર્તિવંત, વિશેષ ગૈારવશાળી અને અભ્યાસ કરવાને સાથી વિશેષ યોગ્ય છે. આવા વલણ વિષે મેં તને આગળ એક વાર ચેતવી છે અને ફરીથી પણ હું એ વિષે તને ચેતવું છું. એવી જાળમાં ફસાઈ જવાય એ બહુ સ્વાભાવિક છે. એમ તું સાઈ ન જાય તે માટે જ મેં તને આ પત્રો લખવા શરૂ કર્યાં હતા. છતાં કાઈક વાર મને એમ લાગે છે કે હું પોતે પણ એ જ ભૂલ કરી રહ્યો છું. પરંતુ મારી પોતાની કેળવણી જ દૂષિત હોય અને મને શીખવાયેલા ઇતિહાસ જ વિકૃત હોય તો પછી એમાં મારા શે। દેોષ ? જેલના એકાંતમાં અભ્યાસ વધારીને મારી આ ઊણપ દૂર કરવાના મેં પ્રયત્ન કર્યાં છે અને એમ કહી શકાય કે, કંઈક અંશે મને એમાં સફળતા પણ મળી છે. પણ બાળપણ અને યુવાવસ્થા દરમ્યાન મારી સ્મૃતિની છાજલીઓ ઉપર વ્યક્તિએ અને ઘટનાઓનાં મેં ટાંગેલાં ચિત્રા હું ત્યાંથી એકાએક દૂર ન કરી શકું. મૂળે તો મારું ઇતિહાસનું જ્ઞાન અધૂરું છે અને તેને એ ચિત્રા એકપક્ષી રગ ચડાવી દે છે. આથી હું જે કંઈ લખુ` તેમાં હું ભૂલેા કરી બેસીશ; પરિણામે ક્ષુલ્લક હકીકતના હું ઉલ્લેખ કરીશ અને ધણીયે મહત્ત્વની બાબતા વિષે લખવાનું ભૂલી જઈશ. પરંતુ આ પત્રા ઇતિહાસના ગ્રંથાનું સ્થાન લે એવા ઉદ્દેશ જ