Book Title: Jagatna Itihasnu Rekha Darshan Part 01
Author(s): Jawaharlal Nehru, Manibhai B Desai
Publisher: Navjivan Prakashan Mandir
View full book text
________________
મનુષ્યને જીવનસંગ્રામ
૧૦૩ મનુષ્યના સંગ્રામને કારણે આર્થિક ઘટકને વિકાસ થયો તે જ છેવટે સમાજના અથવા તે સામાજિક ઘટકના વિકાસના રૂપમાં પરિણમે. લાંબા ઈતિહાસકાળ દરમ્યાન લગભગ નિરંતર ચાલતા સંગ્રામ, આપત્તિ અને કેઈક કોઈક વાર થતી પીછેહઠમાં પણ આપણે આ સતત વિકાસ જોઈ શકીએ છીએ. પરંતુ આ ઉપરથી તું એમ ન ધારી બેસીશ કે જગતમાં ભારે પ્રગતિ થઈ ગઈ છે અથવા તો દુનિયા પહેલાંના કરતાં વધારે સુખી થઈ ગઈ છે. પહેલાં કરતાં સ્થિતિ કંઈક ઠીક છે એમ કદાચ કહી શકાય, પણ પૂર્ણતાની સ્થિતિથી તે હજી તે કેટલીયે દૂર છે. અને સર્વત્ર પૂરતા પ્રમાણમાં હાડમારી, આપદા અને દુઃખ હજી કાયમ છે.
આ સામાજિક અને આર્થિક ઘટકે વિકસતા જાય છે તેમ તેમ જીવન વધારે ને વધારે જટિલ થતું જાય છે. વેપારરોજગાર વધે છે. બક્ષિસની પદ્ધતિને બદલે માલનાં અદલાબદલી અથવા સાટાની પદ્ધતિ શરૂ થઈ પછી તે નાણાંનો વહેવાર શરૂ થયો અને તેણે બધી લેવડદેવડમાં ભારે પરિવર્તન કર્યું. આથી વેપાર ઝપાટાભેર આગળ વધવા માંડ્યો; કારણ કે સોનુંરૂપે અથવા સિક્કાથી તેની કિંમત ચૂકવાતી હોવાથી માલની અદલાબદલી સહેલી થઈ ગઈ. થોડા વખત પછી તે સિક્કાનો પણ ખાસ ઉપગ ન રહ્યો. તેને ઠેકાણે લેકએ બીજા અવેજને ઉપયોગ કરવા માંડ્યો. કિંમત પતવવાની કબૂલાત જેના ઉપર લખી હોય એ કાગળનો ટુકડો પૂરત ગણવા લાગે. આ રીતે ચલણીનોટ અને દૂડી અથવા ચેક વપરાશમાં આવ્યાં. એનો અર્થ એ થે કે વહેવાર શાખ ઉપર ચાલવા લાગે. આ શાખની પ્રથાથી વેપારરોજગારને વળી વધારે વેગ મળે. તને ખબર છે કે, આજકાલ ચેક અને નોટ છૂટથી વપરાય છે અને સમજુ લોકો પોતાની સાથે સેનારૂપાથી ભરેલી કોથળીઓ લઈને ફરતા નથી.
આમ આપણે જોઈએ છીએ કે દૂરના ઝાંખા ભૂતકાળમાંથી ઇતિહાસ જેમ જેમ આગળ વધે છે તેમ તેમ લેકે વધારે ને વધારે પ્રમાણમાં માલ પેદા કરતા જાય છે, ભિન્ન ભિન્ન ધંધાઓમાં નિષ્ણાત થતા જાય છે, તથા પિતાના માલની એકબીજા સાથે લેવડદેવડ કરે છે અને એ રીતે વેપાર વધારે છે. વળી આપણે માલને લાવવા લઈ જવાનાં તથા સંસર્ગ સાધવાનાં નવાં અને વધારે સારાં સાધને પણ અસ્તિત્વમાં આવતાં જોઈએ છીએ. ખાસ કરીને વરાળયંત્રની શોધ પછી, લગભગ છેલ્લાં એક વર્ષમાં એમાં ઘણી પ્રગતિ થઈ છે. જેમ