Book Title: Jagatna Itihasnu Rekha Darshan Part 01
Author(s): Jawaharlal Nehru, Manibhai B Desai
Publisher: Navjivan Prakashan Mandir
View full book text
________________
જગતના ઇતિહાસનું રેખાદર્શન ફિલીપ કે સિકંદર એ બેમાંથી એકે પ્રત્યે અનુરાગ નહોતે, પરંતુ તેમના સામર્થથી તેઓ દબાઈ ગયા હતા. એથી કરીને તેમણે પહેલાં ફિલીપને અને પછી સિકંદરને એમ એક પછી બીજાને ઈરાન ઉપર ચડાઈ કરનારા સમગ્ર ગ્રીસના સૈન્યના સેનાપતિ તરીકે માન્ય રાખ્યા. આ રીતે તેઓ ઉદય પામતી નવી સત્તાને વશ થયા. થેમ્સ નામના એક ગ્રીક નગરરાજ્ય તેની સામે બળવો કરેલ. સિકંદરે તેના ઉપર અતિશય ક્રુરતાભર્યું અને ઘાતકી આક્રમણ કર્યું, અને તેને તારાજ કર્યું. આ પ્રખ્યાત શહેરને તેણે નાશ કર્યો, તેનાં મકાનો તોડી પાડ્યાં, અસંખ્ય માણસની કતલ કરી અને હજારો લેકને ગુલામ તરીકે વેચી દીધા. આ જંગલી વર્તનથી તેણે આખા ગ્રીસને ભયભીત કરી મૂક્યું. તેના આ અને એવાં બીજાં જંગલી કૃત્યને કારણે તેનું જીવન આપણી પ્રશંસાને પાત્ર નથી એટલું જ નહિ, પણ તેના પ્રત્યે આપણને કંઈક છૂણું અને તિરસ્કાર પેદા થાય છે.
મિસર કે જે તે સમયે ઈરાનના સમ્રાટની હકુમત નીચે હતું તેને સિકંદરે સહેલાઈથી જીતી લીધું. આ પહેલાં તેણે ઝર્સીસ પછી ગાદી ઉપર આવનાર ઈરાનના સમ્રાટ દરાયસ ત્રીજાને હરાવ્યા હતા. ફરી પાછી તેણે ઈરાન ઉપર ચડાઈ કરી અને દરાયસને બીજી વખત હરાવ્યો. તેણે “શહેનશાહ” દરાયસના વિશાળ મહેલને બાળી મૂક્યો. તેણે જાહેર કરેલું કે, ઝર્સીસે ઍથેન્સ બાળી મૂક્યું હતું તેનું વેર વાળવાને એ મહેલ બાળવામાં આવ્યો છે.
ફારસી ભાષામાં ફિરદેશી નામના કવિએ આશરે હજાર વરસ ઉપર લખેલે એક જૂને ગ્રંથ છે. એ કાવ્યગ્રંથનું નામ શાહનામું છે. એમાં ઈરાનના રાજાઓને ઇતિહાસ છે. સિકંદર અને દરાયસ વચ્ચેના યુદ્ધનું એમાં અતિશય કલ્પનાથી ભરપૂર વર્ણન આપવામાં આવ્યું છે. એમાં એવું જણાવવામાં આવ્યું છે કે હારી ગયા પછી દરાયસે હિંદ પાસે મદદની માગણી કરી હતી. હિંદના વાયવ્ય ખૂણામાં આવેલા પ્રદેશના રાજા પિરસ ઉપર તેણે “એક વાયુવેગી ઊંટ મેકવ્યું હતું. પરંતુ પિરસ તેને કશીયે મદદ ન મોકલી શક્યો. થોડા જ વખત પછી તેને પિતાને પણ સિકંદરના હલ્લાને સામને કરવાનું હતું. ફિરદેશના શાહનામામાં, ઈરાનને રાજા તથા તેના અમીર-ઉમરાવ હિંદી બનાવટની તરવાર અને ખંજરો વાપરતા હતા એના ઘણે ઉલ્લેખો મળી આવે છે. એ હકીક્ત અતિશય રસપ્રદ છે. આ હકીકત એ દર્શાવે છે કે